બેંગલુરુ
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત હાલ કર્ણાટક પ્રવાસે છે. આ દરમિયાન રાજ્યના પાટનગર બેંગલુરુમાં તેમના પર કાળી શાહી ફેંકાઈ. વીડિયોમાં તેમના મોઢા પર શાહી સ્પષ્ટપણે જાેવા મળી શકે છે. રાકેશ ટિકૈત પર બેંગલુરુ પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં કાળી શાહી ફેંકવામાં આવી. એવું કહેવાય છે કે શાહી ફેંકવામાં સ્થાનિક કિસાન નેતા કોડિહલ્લીનો હાથ છે. ચંદ્રશેખરના સમર્થકોએ જ રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકી. બીજી બાજુ રાકેશ ટિકૈતે આ ઘટના અંગે કર્ણાટકની ભાજપ સરકારે જવાબદાર ઠેરવી. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે શાહી ફેંકવાને લઈને કર્ણાટકની ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. ટિકૈતે કહ્યું કે સ્થાનિક પોલીસ તરફથી અહીં કોઈ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આ સરકારની મીલીભગતથી કરવામાં આવ્યું. કિસાન નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાયા બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ. કેટલાક લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકતા જાેવા મળ્યા. જ્યારે બેકગ્રાઉન્ડમાં મોદી-મોદીનો અવાજ પણ સંભળાય છે.
