ઓસ્ટ્રેલિયા
યુક્રેન પર હુમલા બાદથી રશિયા પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ રશિયા પર લાદવામાં આવેલા તેના પ્રતિબંધોનો વિસ્તાર કર્યો. ઑસ્ટ્રેલિયાએ તરત જ રશિયામાં એલ્યુમિનિયમ અને બૉક્સાઈટની તમામ નિકાસ પર પ્રતિબંધ લાદ્યો, યુક્રેનને વધુ શસ્ત્રો અને માનવતાવાદી સહાયનું વચન આપ્યું. ઓસ્ટ્રેલિયા દ્વારા લાદવામાં આવેલ નિકાસ પ્રતિબંધનો હેતુ રશિયામાં એલ્યુમિનિયમના ઉત્પાદનને અસર કરવાનો છે, જે તેના એલ્યુમિનયમના ૨૦ ટકા માટે ઓસ્ટ્રેલિયા પર ર્નિભર છે. ઓસ્ટ્રેલિયાએ રશિયા સાથેના તમામ વેપાર સંબંધો તોડી નાખવાનું વચન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું છે કે તેમની સરકાર યુક્રેનમાંથી રશિયન દળોને ભગાડવા માટે પુતિન સરકાર પર મહત્તમ દબાણ લાવવા માટે કામ કરી રહી છે. આ માટે અન્ય સહકર્મીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. મોરિસને કહ્યું કે યુક્રેન પર હુમલા બાદ ઓસ્ટ્રેલિયાએ રશિયન અધિકારીઓ અને સંસ્થાઓ પર ૪૭૬ પ્રતિબંધો લાદ્યા છે. તેમણે એ પણ જાહેરાત કરી કે ઓસ્ટ્રેલિયા તેની વિનંતીને પગલે યુક્રેનને ૭૦,૦૦૦ ટન થર્મલ કોલસો દાન કરશે. તેમણે કહ્યું અમે જાણીએ છીએ કે આનાથી ૧૦ લાખ ઘરોમાં વીજળી મળી શકે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા યુક્રેનને આપવામાં આવતી માનવતાવાદી સહાયમાં પણ વધારો કરશે. માનવતાવાદી તરીકે વધારાના ૩૦ મિલિયન આપવામાં આવશે. આ સિવાય યુક્રેનની સુરક્ષા માટે ૨૮ મિલિયન પણ આપવામાં આવશે. સાથે જ યુક્રેનને દારૂગોળો અને બોડી આર્મર પણ દાનમાં આપવામાં આવશે. એક પોલીસ અધિકારીએ યુક્રેનિયન બંદર શહેર મેરીયુપોલમાં રશિયન હુમલાને કારણે થયેલી તબાહીનું વર્ણન કરતા યુએસ અને ફ્રાંસને મદદ માટે અપીલ કરી છે. આ સાથે યુક્રેનને તેની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. એક વીડિયો પોસ્ટમાં શહેરના પોલીસ અધિકારી મિશેલ વર્સુનિને યુએસ પ્રમુખ જાે બાઈડન અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનને કહ્યું કે તેઓએ મદદની ખાતરી આપી છે, પરંતુ તેમને જે મળ્યું છે તે મદદ નથી.