અમેરિકા
બંધક બનાવનાર વ્યક્તિએ ખાસ કરીને યહૂદી સમુદાય સાથે સીધો સંબંધ ન ધરાવતા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તે વ્યક્તિ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતો તેવો કોઈ તાત્કાલિક સંકેત મળ્યો નથી. પરંતુ દેસારનોએ જણાવ્યું હતું કે તપાસ એજન્સી “દરેક ઘટનાની તપાસ કરશે. જાે કે, તે સ્પષ્ટ નથી કે શા માટે અકરમે યહૂદી ધર્મસ્થાન પસંદ કર્યું. કાયદા અમલીકરણ અધિકારીઓએ નામ ન આપવાની શરતે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે બંધક વ્યક્તિએ પાકિસ્તાની ન્યુરોસાયન્ટિસ્ટ અફિયા સિદ્દીકીની મુક્તિની માંગ કરી હતી.અમેરિકાના ટેક્સાસમાં એક યહૂદી ધર્મસ્થાન પર બંધક બનેલા ચાર લોકોને શનિવારે રાત્રે કેટલાક કલાકોની મડાગાંઠ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળોના ગોળીબારમાં માર્યા ગયેલા શંકાસ્પદની ઓળખ મલિક ફૈઝલ અકરમ (૪૪) તરીકે થઈ છે, જે બ્રિટિશ નાગરિક છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને આ ઘટનાને ‘આતંકવાદી કૃત્ય’ ગણાવી છે. એફબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં અન્ય કોઈ સામેલ હોવાના કોઈ સંકેત નથી. અકરમને પાકિસ્તાની ન્યુરોસાયન્ટિસ્ટ અફિયા સિદ્દીકીની મુક્તિની માગણી કરતા સાંભળવામાં આવ્યા હતા. એફબીઆઈ અને પોલીસ પ્રવક્તાએ અકરમ કોની ગોળીથી માર્યો ગયો તે કહેવાનો ઇનકાર કર્યો હતો. અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય અધિકારીઓની હત્યાના પ્રયાસ બદલ સજા પામેલા સિદ્દીકીની મુક્તિની માગણી કરતી ઘટનાના લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન સાંભળવા મળી હતી. સ્થાનિક ટીવી સ્ટેશન તરફથી જાહેર કરાયેલા વિડિયો ફૂટેજમાં લોકોએ એક બંદૂકધારીને દરવાજાથી બહાર નીકળતો જાેયો હતો.આ પછી તેને બંધ કર્યાની થોડી જ સેકન્ડોમાં દરવાજાે ખોલીને બંધ કરી દીધો હતો. થોડા સમય પછી ગોળીબારનો અવાજ સંભળાયો અને પછી વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો છે. કોલીવિલેમાં કોન્ગ્રેગેશન બેથ ઇઝરાયેલ બિલ્ડિંગમાં બંધક બનેલા એક વ્યક્તિને શનિવારે અગાઉ મુક્ત કરવામાં આવ્યો હતો અને અન્ય ત્રણ બંધકો એફબીઆઈની સ્વાટ ટીમ બિલ્ડિંગમાં ઘૂસીને રાત્રે ૯ વાગ્યાની આસપાસ બહાર આવ્યા હતા. ટેક્સાસની ફેડરલ જેલમાં બંધ આફિયા સિદ્દીકીને અલ-કાયદા સાથે સંબંધ હોવાની શંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે તે સિદ્દીકી સાથે વાત કરવા માંગે છે. દરમિયાન બ્રિટનની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસએ જણાવ્યું હતું કે તે “ટેક્સાસમાં એક બ્રિટિશ નાગરિકના મૃત્યુથી વાકેફ છે અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.” ભાઈના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ સંદર્ભમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ન્યૂયોર્ક સિટીમાં એક રબ્બીને સંભવિત રીતે બંધક રબ્બીનો ફોન આવ્યો હતો. ત્યારબાદ ન્યૂયોર્ક સિટીના રબ્બીએ પોલીસને ઘટના વિશે જાણ કરવા માટે ફોન કર્યો હતો.
