માલોર્કા
માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કારનો ખૂબ જ શોખ છે. વિશ્વના સૌથી ધનાઢ્ય એથ્લેટ્સમાંથી એક હોવાના કારણે રોનાલ્ડોની પાસે ઘણી લક્ઝરી કાર છે. આમાંની એક કારમાં બુગાટી વેરોન પણ સામેલ છે જે કારનો અકસ્માત થયો છે અને તેનો ખુરદો બોલાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર આ કાર સોમવારે સવારે સ્પેનિશ શહેર માલોર્કામાં એક ઘરના એન્ટ્રી ગેટની સામે અકસ્માતનો શિકાર બની હતી. કારને રોનાલ્ડોના સ્ટાફમાંથી એક વ્યક્તિ ચલાવી રહ્યો હતો, જેણે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો. આ અકસ્માતને કારણે બુગાટી વેરોનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. અકસ્માતમાં સુપરકારને મોટું નુકસાન થયું હોઈ શકે છે, પરંતુ અહેવાલો અનુસાર ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નથી. જ્યારે આ કાર અકસ્માતનો શિકાર બની ત્યારે રોનાલ્ડો કારમાં હાજર નહોતો. આ મ્ેખ્તટ્ઠંંૈ ફીઅિર્હ ની કિંમત લગભગ ૧૬.૨૫ કરોડ રૂપિયા છે. રિયલ મેડ્રિડનો ભૂતપૂર્વ ફારવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં પરિવાર સાથે સ્પેનમાં રજાઓ માણી રહ્યો છે. આ મહિનાના અંતમાં માન્ચેસ્ટર યુનાઇટેડની પ્રી-સીઝનની શરૂઆત પહેલા તે યુનાઇટેડ કિંગડમ પરત ફરશે. પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રોફેશનલ ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. રોનાલ્ડોએ આ વર્ષે જાેસેફ બીકન (૮૦૫ ગોલ) ને પાછળ છોડી દીધા હતા, જેમણે હ્લૈંહ્લછ રેકોર્ડ્સ અનુસાર કુલ ૮૦૫ ગોલ કર્યા હતા. એટલું જ નહીં રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ છે.


