International

શું તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ આવું પ્રપોઝ કર્યું

વોશિંગ્ટન
આજ કાલ તો પ્રપોઝ કરવું એ દરેક પ્રેમી માટે ખાસ જરૂરી હોય છે પણ આવું પ્રપોઝ તો કોઈએ નહિ કર્યું હોય અને આ જેવું તેવું પ્રપોઝ નથી આ એવું પ્રપોસ કે જેની જગ્યા એવી પસંદ કરી કે જાણીને અજીબ લાગે છે કે કોઈ પ્રપોઝ કરવા આવી કોઈ જગ્યા પણ પસંદ કરી શકે. ખરેખર આવું કોઈએ પણ નથી વિચાર્યું કે કોઈ આવું પ્રપોઝ કરી શકે. આવું પ્રપોઝ કોઈ નાની વ્યક્તિ નથી આ તો હોલીવુડની જાણીતી ગાયીકા જેનિફર લોપેઝ છે. હોલીવુડની જાણીતી ગાયીકા જેનિફર લોપેઝ હાલમાં જ બોયફ્રેન્ડ બેન એફ્લેકની સાથે સગાઈ કરી છે. ત્યારે એક કાર્યક્રમમાં તેણે જણાવ્યું કે તેને બોયફ્રેન્ડે પ્રપોઝ કર્યું ત્યારે તે બાથરૂમમાં હતી. ૫૨ વર્ષની હોલિવૂડની જાણીતી સિંગર જેનિફર લોપેઝ હંમેશા પોતાના પ્રેમ પ્રકરણને લઈને ચર્ચામાં રહે છે. જાે કે થોડા સમય પહેલાં જ તેણે પોતાના બોયફ્રેન્ડ બેન એફ્લેક સાથે સગાઈ કરી લીધી છે. પરંતુ હવે પોતાના પ્રેમ પ્રકરણ અંગે જેનિફર લોપેઝ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. રાત્રે જેનિફર પોતાની પસંદગીની જગ્યા બબલ બાથમાં હતી. ત્યારે જ તેના બોયફ્રેન્ડે ઢીંચણ પર બેસીને તેને પ્રપોઝ કર્યું હતું. જાે કે આ પ્રપોઝલથી જેનિફરની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને વાતાવરણ રોમાન્ટીક બની ગયું હતું. સાથે એફ્લેકની સાદગી પર જેનિફર મોહી ગઈ હતી. આ સંબંધોથી લોપેજ પણ ખુબ જ ખુશ હતી. તેણે કહ્યું કે હું તેની આંખોમાં હસવાની સાથે આંખમાં આસુ સાથે જાેતા હતો. મને આ દ્રશ્યોથી ખુબ જ ખુશી મળી રહી હતી.૨૦ વર્ષ અગાઉ દ્રશ્યો ફરી આંખની સામે આવી ગયા હતા. આ બધુ જાેઈને હું આશ્ચર્યમાં હતી. તેમ છતા એફ્લેકનો ધીમથી અવાજ આવ્યો કે તારો શું જવાબ છે. લોપેજ કહ્યું મારી હા છે. સંપૂર્ણ પણે હા છે. એટલી વધારે ખુશી થતી હતી કે આંખમાંથી આંસુ રોકાતા નહોંતા. આ સૌથી રોમાન્ટીક પળ હતી જેની મે ક્યારે કલ્પના નહોંતી કરી. અમે બંને ખુબ જ ભાગ્યશાળી છીએ કે અમને પ્યાર કરવા માટે બીજાે મોકો મળ્યો. લોપેજે પોતાની પોસ્ટમાં કહ્યું આ બધુ આશ્ચર્ય ચકીત કરનારુ હતું. અનાચક મારો પ્રેમ મારી સામે આવીને પોતાની દિલની વાત કરે છે. એવી વાતો કરી કે ક્યારે ભૂલી શકાય તેમ નથી. તેણે એક ખુબ સુંદર વીંટી કાઢી અને કહ્યું કે તું મારી સાથે લગન કરીશ. આ વાક્ય સૌથી મન ગમતું લાગ્યું. એ જાણીને નવી લાગે છે કે આ જાેડાએ ૨૦ વર્ષ પહેલાં પણ સગાઈ કરી હતી. પરંતુ મનભેદના કારણે બંને લગ્ન કરી શક્યા નહોંતા. પંરતુ ૨૦ વર્ષ બાદ ફરી એકવાર બંને સગાઈના બંધનમાં બંધાયા છે. ત્યારે સવાલ એ થાય છે કે આ વખતે બંને લગની કરી શકશે. જાે કે સગાઈને લઈને હાલમાં ખુબ જ ચર્ચાઓ થઈ હતી. પરંતુ જેનિફરે ખુદ મોટા ખુલાસા કરી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. ખરેખર વિશ્વાસ જ નથી થતું કે આવું કોઈ પ્રપોઝ કરી શકે છે હવે આવા પ્રપોઝ્‌ના કિસ્સાઓ આવ્યા છે તો ખબર નહી કે હજુ આવું કોઈ બીજું હશે કે નહિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *