ન્યૂઝીલેન્ડ
તાજેતરમાં ચાલી રહેલા મહિલા વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની આ છેલ્લી મેચ હતી. વરસાદથી પ્રભાવિત આ મેચને ૪૩ ઓવરની કરવામાં આવી હતી, જેમાં બાંગ્લાદેશની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ૬ વિકેટ ગુમાવીને ૧૩૫ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ૩૨.૧ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૩૬ રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ રીતે કાંગારૂ ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની તેમની તમામ ૭ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.તાજેતરમાં ન્યૂઝીલેન્ડમાં ૈંઝ્રઝ્ર વુમન્સ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. જેના અંતર્ગત શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચે ગ્રુપ સ્ટેજની ૨૫મી મેચ રમાઈ હતી. આ એક ઔપચારિક મેચ હતી, કારણ કે ઓસ્ટ્રેલિયન ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. એવામાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મેચ દરમિયાન ખૂબ જ ફની મૂડમાં જાેવા મળ્યા હતા. ખાસ કરીને વિકેટ કીપર બેટ્સમેન એલિસા હીલીએ મેચમાં ખૂબ જ મસ્તી કરી હતી. એક સમયે એલિસા મેચમાં અમ્પાયર પણ બની હતી. આ ઘટના બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન ૧૪મી ઓવર પછી બની હતી. ઓવરના છેલ્લા બોલ પછી સ્ટ્રાઈક બદલવાની હતી. તે દરમિયાન ફિલ્ડ અમ્પાયરો પણ પોતપોતાની જગ્યા બદલી રહ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયન વિકેટકીપરે પોતાની બાજુ બદલતી વખતે જાેયું કે અમ્પાયરની જગ્યા ખાલી હતી. આવી સ્થિતિમાં અલીસા હીલીએ તકનો લાભ ઉઠાવ્યો અને અમ્પાયરની જગ્યાએ ઉભી રહી. તે દરમિયાન સ્ટ્રાઈક પર હાજર બાંગ્લાદેશી બેટ્સમેન શર્મિન અખ્તર ક્રિઝ પર ગાર્ડ લેવાનો પ્રયાસ કરી રહી હતી, જેમાં એલિસા હીલીએ અમ્પાયર બનીને તેની મદદ કરી હતી. વાસ્તવમાં, એલિસાએ અમ્પાયરિંગની ભૂમિકા ફક્ત બેટર માટે જ સંભાળી હતી. ૈંઝ્રઝ્રએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – અમ્પાયર નથી, કોઈ સમસ્યા નથી.