International

ચીનમાં કોરોનાના કેસ વધતા હવે લોકડાઉનની તૈયારીઓ શરુ થશે?!..

બેઈજિંગ
ચીનમાં ગુરુવારે સામે આવેલા કોરોનાના કેસના અધિકૃત આંકડાથી ખુલાસો થયો છે કે ચીનમાં મહામારી શરૂ થયા બાદથી કોરોનાના કેસમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ કોરોનાના પ્રસારને રોકવા માટે ચીનમાં લોકડાઉન મોટા સ્તર પર ટેસ્ટિંગ અને મુસાફરી સંબંધિત પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ બ્યૂરોએ કહ્યું છે કે ચીનમાં બુધવારે ૩૧,૪૫૪ નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી ૨૭,૫૧૭ માં કોઈ લક્ષણો જાેવા મળ્યા નહતા. જાે ચીનની ૧.૪ બિલિયનની વસ્તી જાેઈએ તો આ આંકડો ખુબ જ ઓછો લાગે છે. પરંતુ ચીનમાં તેનાથી ખળભળાટ મચી ગયો છે. ચીનમાં ચાલુ વર્ષે એપ્રિલમાં ૨૯,૩૯૦ નવા કેસ સામે આવ્યા હતા. પરંતુ બુધવારના આ આંકડાએ તેને પણ પાર કરી દીધો. એપ્રિલમાં ચીનના મેગાસિટી શાંઘાઈમાં લોકડાઉન લાગ્યું હતું અને લોકો માટે મેડિકલ કેર અને ભોજનની સમસ્યા ઊભી થઈ હતી. ચીનની ઝીરો કોવિડ પોલીસી હેઠળ જાે મામૂલી કોરોના કેસ પણ મળે તો સમગ્ર શહેરમાં તાળાબંધી કરી દેવાય છે અને કોવિડ પીડિતો અને તેમના સંપર્કમાં આવનારા લોકોને કડક ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે. ચીનમાં કોરોનાને ૩ વર્ષ પૂરા થનાર છે. ઝીરો કોવિડ નીતિના કારણે લોકોમાં આક્રોશ છે. લોકો તે મુદ્દે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે. ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કોરોનાના કારણે તેની પ્રોડક્ટિવિટી ઉપર પણ ખુબ અસર થઈ છે. મંગળવારે કોરોનાથી બેઈજિંગમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ પાર્ક, ઓફિસોના બિલ્ડિંગ અને શોપિંગ મોલ્સ બંધ કરવાના આદેશ આપ્યા હતા. બેઈજિંગનો સૌથી વધુ વસ્તીવાળો ચાઓયાંગ જિલ્લો ફૂલ લોકડાઉનની નજીક પહોંચી ગયો છે. અહીં લોકોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખુબ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *