Gujarat

જેતપુર તાલુકાના વારસડા ગામમાં રહેતા પરિવારને ગોમટા ચોકડી નજીક નડ્યો અકસ્માત, એકનું કમકમાટીભર્યુ મોત

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાડસડા ગામના પરિવારનો વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇકોકાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા ઈકોકાર ચાલકનું વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. તો બીજા બે વ્યકિતને વધુ સારવાર અર્થે જુનાગઢ જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના વાડસડા ગામમાં રહેતા  એક પરિવાર વાડસડા ગામ થી ગોંડલ તરફ વહેલી સવારે જઈ રહ્યા હતા એ દરમિયાન ઇકોકાર પરનું સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રોડની બાજુમાં ઉતરી જતા ચાલક રહીમભાઈ અબ્દુલભાઈ મોરવાડિયા ઉ.વ 55 નું મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્ની હમીદાબેન તેમજ તેમનો પુત્ર અમીર એમ બન્ને ઇજાગ્રસ્ત થતાં પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ બાદ જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃતક રહીમભાઈ મોરવાડિયાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ગોંડલ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

IMG-20221124-WA0136.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *