International

ચીને આપી ‘ટાર્ગેટેડ હુમલા’ની ધમકી

તાઈવાન
યુએસ સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પહોંચવાની સાથે દુનિયાની ધડકનો તેજ થઈ ગઈ છે. તેમ લાગી રહ્યું છે કે વધુ એક યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નેન્સી પેલોસીના આ પ્રવાસથી ચીન ગભરાયું છે. તે ધમકીઓ આપી રહ્યું છે કે હવે અમેરિકા અને તાઇવાનની સ્વતંત્રતાની માંગ કરનાર અલગાવવાદી તાકાતોએ કિંમત ચુકવવી પડશે. ચીને જણાવ્યું કે તે તાઇવાન આસપાસ ટાર્ગેટેડ મિલિટ્રી ઓપરેશન કરશે. તેવામાં દુનિયા પર વધુ એક યુદ્ધનો ખતરો મંડરાયો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં દુનિયાએ રશિયા-યુક્રેન યુદ્ધ જાેયું હતું. એક એવું યુદ્ધ જે હતુ સમાપ્ત થયું નથી. આ યુદ્ધમાં યુક્રેન બરબાદ થઈ ગયું છે, તો રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ માટે પણ અમેરિકાને જવાબદાર માનવામાં આવે છે. તે મામલામાં રશિયા વારંવાર યુક્રેનને ચેતવણી આપી રહ્યું હતું કે તે નાટોથી દૂર રહે. પરંતુ અમેરિકાના સપોર્ટથી યુક્રેન નાટોમાં સામેલ થવા પર અડિગ રહ્યું. તેના પર ભડકેલા પુતિને યુક્રેન પર હુમલો કરી દીધો. તો અમેરિકા બહારથી યુક્રેનની મદદ કરતું રહ્યું પરંતુ સીધુ યુદ્ધમાં ઉતર્યું નહીં, જેનું નુકસાન યુક્રેને ભોગવવું પડ્યું છે. હવે તાઇવાનના મુદ્દા પર યુએસ સ્પીકર પેલોસીએ કહ્યું કે તે તાઇવાનના લોકતંત્ર પ્રત્યે પ્રતિબદ્ધતાનું સમર્થન કરે છે. તાઇવાન જેને ચીન પોતાનો ભાગ માને છે, તેના માટે આવુ નિવેદન સાંભળી ડ્રેગન ભડકી ગયું છે. ચીનની ધમકીઓ સાથે એક્શન પણ શરૂ થઈ ગયા છે. ચીનમાં એલર્ટવાળા સાયરન વાગી રહ્યાં છે. આ સાથે ચીને ર્નિણય કરી લીધો છે કે તે ૪ ઓગસ્ટથી તાઇવાન પાસે યુદ્ધ અભ્યાસ કરશે. ચીની સેનાએ કહ્યું કે તે ગુરૂવારથી રવિવાર સુધી તાઇવાનની આસપાસના છ ક્ષેત્રમાં જરૂરી મિલિટ્રી ડ્રીલ કરશે. તેમાં લાઇવ ફાયર ડ્રિલ પણ સામેલ હશે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *