International

ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મરીનને ડ્રગ્સનો ટેસ્ટ કરાવવો પડ્યો

ફિનલેન્ડ
ફિનલેન્ડના પ્રધાનમંત્રીનો ફ્રેન્ડ્‌સ સાથે પાર્ટી કરતો વીડિયો વાયરલ થયા બાદ તેઓ સતત ટીકાઓનો સામનો કરી રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ તેમનો ડ્રગ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. સોશિયલ મીડિયા પર હાઉસ પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વડાપ્રધાન સના મરીન ફ્રેન્ડ્‌સ સાથે ઉજવણી કરતા જાેવા મળ્યા હતા. આ પછી સવાલો ઉઠ્‌યા હતા કે શું આ સમયગાળા દરમિયાન તેમણે ગેરકાયદેસર પદાર્થોનું સેવન કર્યુ હતું? પ્રધાનમંત્રી સના મરીનના વિશેષ સલાહકાર લિડા વેલિને જણાવ્યું હતું કે, ‘પીએમનું કોકેન, કેનાબીસ, ઓપીઓઇડ્‌સ અને અન્ય દવાઓ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.’ મરીનના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું, ‘૧૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ પી.એમ સના મરીનનો ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રગ્સની પુષ્ટી નથી થઈ.’ લીક થયેલા વીડિયો ફૂટેજ અંગે તેમણે કહ્યું કે, હું ફ્રેન્ડસ સાથે પાર્ટી ઈન્જાેય કરતી હતી અને વીડિયો એક ખાનગી જગ્યાએ શૂટ કરવામાં આવ્યો હતો. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ મંત્રી, સંત્રીનો આ પ્રકારનો વીડિયો સામે આવ્યો હોય અને વિવાદ થયો હોય. અત્યાર સુધી આવા અનેક નેતાઓ આ પ્રકારે વિવાદમાં સપડાઈ ચુક્યા છે. અને આવા સમાચાર સામે આવવાને લીધે તેમને આના માઠા પરિણામો પણ ભોગવવાનો વારો આવ્યો છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *