International

મેક્સિકોના કેરેબિયન કિનારેની હોટલમાં ગોળીબારમાં ૨ની મોત

મેક્સિકો
કેરેબિયન કિનારે કેનક્યુનથી લગભગ ૭૦કિમિ દક્ષિણમાં, પ્લેયા ડેલ કાર્મેનના ફરવાની જગ્યાએ હોટેલ ઠષ્ઠટ્ઠિીં મેક્સિકોમાં શુક્રવારે ગોળીબાર થયો હતો. શંકાસ્પદ બંદૂકધારીનાં ફોટો પ્રાદેશિક પોલીસ વડા લ્યુસિયો હર્નાન્ડેઝ ગુટીરેઝ દ્વારા ઑનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા હતા. હોટેલનો ગેસ્ટ હુમલાખોર હજુ પણ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. સીસીટીવી ફોટોમાં હુમલાખોર આછા ભૂરા રંગના ટ્રેકસુટમાં દેખાય છે. એક ફોટોમાં તે બંદૂક હાથમાં લઈને દેખાઈ રહ્યો છે. બીજામાં, તે મોબાઈલ ફોન પકડેલો દેખાય છે અને ત્રીજા ફોટામાં તે લાઉન્જ ખુરશીમાં બેઠેલો દેખાય છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે હોટલના મહેમાનો વચ્ચેની દલીલ થઇ રહી હતી એ દરમિયાન બંદૂક ચલાવવામાં આવી હતી. ક્વિન્ટાના રુ સ્ટેટ પ્રોસીક્યુટરની ઓફિસે જણાવ્યું હતું કે બંને પીડિતોનો ગુનાહિત રેકોર્ડ છે. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલ ગ્રાફિક વીડિયો પ્રમાણે આ ઘટના આઉટડોર ડાઈનીંગ એરિયા પાસે બની હોવાનું જણાય છે. કેનેડાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘ગ્લોબલ અફેર્સ કેનેડા એવા અહેવાલોથી વાકેફ છે કે કેનેડિયન નાગરિકો મેક્સિકોમાં બનેલી ઘટનાથી પ્રભાવિત થયા છે. કોન્સ્યુલર અધિકારીઓ વધુ માહિતી એકઠી કરવા માટે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છે અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. તાજેતરના મહિનાઓમાં મયન રિવેરા પ્રદેશમાં વિદેશી પ્રવાસીઓ પર હુમલાની ચિંતાજનક ઘટના બની છે. નવેમ્બરની શરૂઆતમાં કાન્કુનમાં વ્યસ્ત બીચ પર થયેલા ગોળીબારમાં બે શંકાસ્પદ ડ્રગ ડીલરોના મોત થયા હતા. હુમલામાં ચાર અમેરિકન પ્રવાસીઓને ગોળી વાગી હતી. અધિકારીઓને હરીફ ગેંગ દ્વારા હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. ઑક્ટોબરમાં, તુલુમના રિસોર્ટ ટાઉનમાં બે ડ્રગ્સ ગેંગ વચ્ચેના ક્રોસફાયરમાં એક અમેરિકન અને એક જર્મન પ્રવાસીનું મોત થયું હતું. તાજેતરમાં વધેલા ગુનાઓને કારણે પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે આ પ્રદેશમાં પેટ્રોલિંગ કરવા માટે ૧,૫૦૦ નેશનલ ગાર્ડને મોકલ્યા હતા.મેક્સિકોના કેરેબિયન કિનારે એક હોટેલમાં ગોળીબારમાં બે કેનેડિયનના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. સ્થાનિક સુરક્ષા અધિકારીઓ કહે છે કે મેક્સિકોના કેન્કુન નજીક એક હોટેલ રિસોર્ટમાં મહેમાનો વચ્ચે બબાલ બાદ બે કેનેડિયનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.

Shooting-at-a-hotel-on-the-Caribbean-coast.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *