International

યુએનમાં રશિયાએ કહ્યું અમે દુશ્મનીની શરૂઆત નથી કરી

યુએન
રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે વધી રહેલા સંકટ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વિશેષ કટોકટી સત્ર દરમિયાન બંને દેશોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. એક તરફ, કિવએ સંયુક્ત રાષ્ટ્રને મોસ્કો સામે સતત આક્રમકતા રોકવા માટે હાકલ કરી, જ્યારે બીજી તરફ, રશિયાએ ભારપૂર્વક કહ્યું કે તેણે દુશ્મનાવટની શરૂઆત કરી નથી અને તે યુદ્ધનો અંત લાવવા માંગે છે. યુએનજીએના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોમવારે ૧૯૩ સભ્યોની સંસ્થાના યુક્રેન પર કટોકટી વિશેષ સત્રની અધ્યક્ષતા કરી હતી. યુક્રેનના રાજદૂત સર્ગેઈ કિસલિતસિયાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્ર દરમિયાન રશિયનમાં તેમનું નિવેદન વાંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક સુરક્ષા માટે તોતિંગ જાેખમને ધ્યાનમાં રાખીને જનરલ એસેમ્બલીએ આ કટોકટી સત્ર બોલાવવું પડ્યું હતું. સર્ગેઈએ કહ્યું કે જનરલ એસેમ્બલીએ સ્પષ્ટપણે રશિયાની આક્રમકતા રોકવાની માંગ પર પોતાનો અવાજ ઉઠાવવો જાેઈએ. તેમણે કહ્યું કે રશિયાએ કોઈપણ શરત વિના યુક્રેનના પ્રદેશોમાંથી તરત જ પોતાની સેના હટાવી લેવી જાેઈએ. સર્ગેઈએ કહ્યું, ‘જાે યુક્રેન નહીં બચે તો સંયુક્ત રાષ્ટ્ર પણ નહીં બચે. આ અંગે કોઈ મૂંઝવણ ન રહેવા દો. હવે આપણે યુક્રેનને બચાવી શકીએ છીએ, સંયુક્ત રાષ્ટ્ર અને લોકશાહીને બચાવી શકીએ છીએ. યુએનમાં રશિયન રાજદૂત, વેસિલી નેબેન્ઝિયા, યુક્રેનિયન રાજદૂત પછીના તેમના સંબોધનમાં, જણાવ્યું હતું કે “વર્તમાન કટોકટીનું મૂળ” યુક્રેન દ્વારા લેવામાં આવેલા પગલાંમાં રહેલું છે. નેબેન્ઝિયાએ કહ્યું, ‘હું કહેવા માંગુ છું કે રશિયાએ દુશ્મનાવટ શરૂ કરી નથી. યુક્રેન દ્વારા તેના પોતાના રહેવાસીઓ, ડોનબાસના રહેવાસીઓ અને અસંતુષ્ટ તમામ લોકો સામે દુશ્મનાવટ શરૂ કરવામાં આવી હતી. રશિયા આ યુદ્ધનો અંત લાવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *