International

રિઝવાન, હરમનપ્રીતને ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

દુબઈ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાનના વિકેટકીપર બેટ્‌સમેન મોહમ્મદ રિઝવાનને સપ્ટેમ્બર મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો હતો. હમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોવાથી મહિલાઓની કેટેગરીમાં કૌરને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. હરમનપ્રીતની સાથે આ એવોર્ડ માટેની રેસમાં વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને બાંગ્લાદેશની નિગાર સુલતાના હતી. હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતીય ટીમે ૧૯૯૯ બાદ ઈંગ્લેન્ડ પ્રવાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા યજમાન ટીમને ૩-૦થી પછાડી હતી. આ શ્રેણીમાં હરમનપ્રીતે ૧૦૩.૨૭ના સ્ટ્રાઈક રેટથી ૨૨૧ રન નોંધાવ્યા હતા જે સિરીઝમાં સર્વોચ્ચ હતા. પુરૂષોની શ્રેણીમાં પાકિસ્તાનના રિઝવાન ઉપરાંત ભારતનો સ્પિનર અક્ષર પટેલ અને ઓસ્ટ્રેલિયાનો ઓલ રાઉન્ડર કેમરૂન ગ્રીન પ્લેયર ઓફ ધ મંથની રેસમાં હતા. રિઝવાને છેલ્લી ૧૦ મેચમાં સાતમાં અડધી સદી નોંધાવી છે. એશિયા કપમાં તેણે હોંગકોંગ અને ભારત સામે ૭૦થી વધુ રનની ઈનિંગ રમી હતી.

File-01-Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *