International

હોલીવુડ અભિનેતા ટોમ હિડલેસ્ટન પિતા બનવાનો છે

વોશિંગ્ટન
હોલીવુડ અભિનેતા અને માર્વલ એવેન્જર્સ ફ્રેન્ચાઈઝીના ન્ર્ંદ્ભૈં એટલે ટોમ હિડલેસ્ટન પિતા બનવાનો છે. તેની મંગેતર જાવે એશ્ટન પ્રેગનન્ટ છે. આ સુપરસ્ટાર કપલે પ્રેગનન્સીના ખુશખબર ફેન્સની સાથે સત્તાવાર રીતે શેર કરી નથી. પરંતુ બુધવારે જાવે એશ્ટને બેબી બમ્પની સાથે ફિલ્મ મિસ્ટર મેલ્કમ લિસ્ટના પ્રીમિયર પર જાેવામાં આવી. ટોમ અને જાવેએ આ વર્ષે જૂન મહિનામાં સગાઈની જાહેરાત કરી હતી. ટોમની જેમ તેની મંગેતર જાવે એશ્ટન પણ અભિનેત્રી છે. જાવે એશ્ટન બુધવારે ફિલ્મની પ્રીમિયર ઈવેન્ટમાં રેડ કાર્પેટ પર જાેવા મળી. આ દરમિયાન ૩૭ વર્ષની જાવે ઓફ શોલ્ડર ફ્લોર લેન્થવાળા શિફોન ગાઉનમાં હતી. રેડ કાર્પેટ પર ચાલતાં તેણે ખૂબસૂરતીથી પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું. જાવે એશ્ટન માટે આ ગાઉન સબીના બિલેંકોએ ડિઝાઈન કર્યું હતું. જાવે એશ્ટનની પ્રેગનન્સીના સમાચાર સાંભળીને ટોમ હિડલેસ્ટન અત્યંત ખુશ છે. તો તેના ફેન્સ પણ બહુ ખુશ થયા છે. જેના કારણે સમાચાર મળતાં જ સોશિયલ મીડિયા પર સેલેબ્રિટીઝ માટે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. પ્રીમિયર ઈવેન્ટ પર જાવે એશ્ટનની સાથે ફ્રીડા પિન્ટો, થિયો જેમ્સ અને ડાયરેક્ટર એમા હોલી જાેન્સ પણ હતા. જાેકે ૪૧ વર્ષનો ટોમ હિડલેસ્ટન આ ઈવેન્ટમાં હાજર નહતો. ટોમ હિડલેસ્ટન માર્વલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મો અને વેબ સિરીઝમાં લોકીનો રોલ કરે છે. કહાની પ્રમાણે તે થોરનો ભાઈ છે. લોકીનો રોલ ગ્રે શેડવાળો છે. અને તેને બહુ પસંદ કરવામાં આવે છે. ટોમ અને જાવેની સગાઈની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે વર્ષ ૨૦૨૨માં બાફ્ટા એવોર્ડમાં અભિનેત્રીના હાથમાં હીરાની રિંગ જાેવા મળી હતી. તેના પછી જૂન મહિનામાં એક ઈન્ટરવ્યૂમાં ટોમે જાવે સાથે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં ટોમ હિડલેસ્ટને જણાવ્યું કે તે વર્ષ ૨૦૧૯માં બેટ્રાયલના સેટ પર જાવેને મળ્યા હતા. તેના પછી બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતુ. દિલચશ્પ વાત એ છે કે વર્ષ ૨૦૨૩માં કેપ્ટન માર્વલની સિક્વલ ફિલ્મ ધ માર્વલ્સમાં જાવે એશ્ટન પણ જાેવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે જાવે માર્વલ સિનેમેટિક યૂનિવર્સની કોઈ ફિલ્મનો ભાગ બનશે.

file-01-page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *