International

અમેરિકાના નવા બ્લેક હોક હેલિકોપ્ટરનું સફળ ટ્રાયલ, ચીન અને રશિયા વચ્ચે તણાવનો માહોલ

અમેરીકા
અમેરિકાના નવા બ્લેક હોક હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. ત્યારે તેમાં ડ્રાઇવર વિનાનું હેલિકોપ્ટર નહોતું. આ એક અજમાયશ હતી. અજમાયશમાં તેનું ઘણા પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ૩૦ મિનિટની ઉડાન પછી, તેનું સફળ ઉતરાણ થયું હતું. બ્લેક હોક હેલિકોપ્ટરના સફળ ટ્રાયલથી ચીન અને રશિયા વચ્ચે તણાવ વધી ગયો છે. હાલમાં આ પ્રકારના બ્લેક હોક હેલીકોપ્ટર જાપાન, ચીન, સ્વીડન, તાઇવાન , તુર્કી, બ્રાઝિલ, અને ઇઝરાયેલ પાસે છે અને હવે અમેરીકા પાસે પણ છે. ઓસ્ટ્રેલિયા પણ તેને ખરીદવાની તૈયારીમાં છે. તાજેતરમાં તેણે હેલિકોપ્ટર ખરીદવા માટે જાેડાણ કર્યું છે. ટ્રાયલ પછી પણ અમેરિકાએ ઉડાન ભરી અને તેનું પરીક્ષણ કર્યું. હેલિકોપ્ટરને ૧૧૫ થી ૧૨૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે ૪૦૦૦ ફૂટની ઉંચાઈ પર ઉડાડવામાં આવ્યું હતું. તેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં બ્લેક હોક હેલિકોપ્ટર ડ્રાઈવર વિના ઉડતું જાેવામાં આવ્યું છે. બ્લેક હોક હેલિકોપ્ટર ૩૫૭ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની ઓપરેશનલ રેન્જ ૫૮૩ કિમી છે. બ્લેક હોક હેલિકોપ્ટર ૯૯૭૯ કિલોગ્રામ વજન સાથે ઉડાન ભરવા સક્ષમ છે. તે જનરલ ઇલેક્ટ્રિકના ્‌-૭૦૦-ય્ઈ-૭૦૧ઝ્ર/ડ્ઢ ટર્બોશાફ્ટ એન્જિન દ્વારા સંચાલિત છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સંરક્ષણ ક્ષેત્રે આવા હેલિકોપ્ટરના સફળ પરીક્ષણથી સેનાની તાકાતમાં વધારો થશે અને દુશ્મનો માટે નવા પડકારમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *