ઇઝરાયેલ
ભૂતપૂર્વ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અન્ય જાહેર વ્યક્તિઓના વિશ્વાસુઓ સામે શક્તિશાળી સ્પાયવેરના પોલીસ દ્વારા ગેરકાયદેસર ઉપયોગની જાણ કર્યા પછી ઇઝરાયેલે સોમવારે જાહેરાત કરી હતી કે તે રાષ્ટ્રીય તપાસ શરૂ કરી રહ્યું છે. આ ઘટસ્ફોટ વ્યાપારી દૈનિક કેલ્કલિસ્ટ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવ્યો છે, જેણે અગાઉ અહેવાલ આપ્યો હતો કે પોલીસે નેતન્યાહુ વિરોધી આંદોલનના નેતાઓ સામે કોર્ટની અધિકૃતતા વિના પેગાસસનો ઉપયોગ કર્યો હતો. પેગાસસ અને તેના જેવા અન્ય સાધનો આતંકવાદ વિરુદ્ધ લડાઈ અને ગંભીર ગુના સામે લડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો ઉપયોગ ઇઝરાયેલના નાગરિકો અથવા અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓની જાસૂસી કરવા માટે કરી શકાય નહીં. ડેપ્યુટી એટર્ની જનરલ અમિત મેરારી તપાસ કરી રહ્યા છે. સરકાર ટૂંક સમયમાં આ મામલે પણ નવા અધિકારીની નિમણૂક કરશે. ઇઝરાયેલ સરકારે આ મામલાની તપાસ માટે એક કમિશનની રચના કરવાની માહિતી આપી હતી. દેશના જાહેર સુરક્ષા પ્રધાન, ઓમર બાર લેવે કહ્યુંઃ ‘આ કમિશન ઇઝરાયેલના સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને ભૂતપૂર્વ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના સહયોગીઓને ફોન હેક કરવા માટે દ્ગર્જીંના પેગાસસ સ્પાયવેરના દુરુપયોગની તપાસ કરશે.’ જેઓની જાસૂસી કરવામાં આવી તેમાં નેતન્યાહુના દીકરા અનવર, ભૂતપૂર્વ વડા પ્રધાનના મીડિયા સલાહકારો ટોપાઝ લુક અને જાેનાથન ઉરિચ, બેઝેકના ભૂતપૂર્વ નિયંત્રક શેરહોલ્ડર શૌલ એલોવિકની પત્ની આઇરિશ એલોવિક તેમજ નાણા, ન્યાય અને પરિવહન મંત્રાલયના ડિરેક્ટર જનરલ શાઈ બાબાદ, કેરેન ટર્નર અને એમી પામોર સામેલ છે. પેગાસસ એ ઇઝરાયેલી ફર્મ દ્ગર્જીં દ્વારા બનાવેલ માલવેર છે જે ફોનના કેમેરા અથવા માઇક્રોફોન પર સ્વિચ ઓન કરી શકે છે અને તેનો ડેટા ભેગો કરી શકે છે. વિશ્વભરની સરકારો દ્વારા કાર્યકર્તાઓ, રાજકારણીઓ, પત્રકારો અને રાજ્યના વડાઓની જાસૂસી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ઘટસ્ફોટને પગલે તે મહિનાઓથી ચાલતા આંતરરાષ્ટ્રીય કૌભાંડના કેન્દ્રમાં છે. દ્ગર્જીં કહે છે કે તેનું તમામ વેચાણ સરકાર દ્વારા અધિકૃત છે અને તે પોતે પેગાસસ ચલાવતું નથી.
