International

ચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની કેદીઓ જેવી હાલતનો વીડીયો થયો વાઈરલ

ચીન
ફરી એકવાર ચીનમાં કોરોનાએ કહેક વર્તાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાને કારણે લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ચીનમાં લોકોને એક પ્રકારની જેલમાં કેદ કરીને રાખવામાં આવે છે. દર્દીઓને જાણે કે કેદી હોય તેવી રીતે રાખવામાં આવે છે. ત્યારે ચીનનો એક વીડિયો સામે આવતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. ચીનમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. આ દરમિયાન બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ એક વીડિયો શેર કર્યો છે. આમાં જાેવા મળે છે કે ચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની હાલત કેદીઓ જેવી છે. ગોયનકાએ શેર કરેલા વીડિયોમાં જેલના કેટલાક બેરેક જેવા રૂમ જાેવા મળે છે. આ સફેદ રંગના બોક્સમાં નાની બારીઓ ખુલ્લી હોય છે અને ઁઁઈ કીટ પહેરેલી વ્યક્તિ બારીમાંથી અમુક વસ્તુ દર્દીઓને આપે છે. ગોયન્કાએ આ સાથે કેપ્શન લખ્યું હતું કે ‘જાે તમે વિચારી રહ્યા છો કે આ જેલ છે તો તમે ખોટા છો. આ જેલ નથી, પરંતુ ચીનનું કોવિડ આઇસોલેશન સેન્ટર છે.’ જાે કે આ વીડિયો ચીનના કયા પ્રાંતનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે ઘણી ગર્ભવતી મહિલાઓ અને કોરોના સંક્રમિત બાળકો પણ આ આઇસોલેશન સેન્ટર્સમાં બંધ છે. સંક્રમિત લોકોને આવી રીતે જાેઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ‘કંઈક ખોટું લાગે છે. આટલી તૈયારી અને કડકાઈ પછી પણ ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મને સમજાતું નથી કે તેઓ હવે શું છુપાવી રહ્યા છે.’ તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘મને લાગે છે કે ચીનમાં કોઈ બીજી ખતરનાક બીમારી આવી ગઈ છે.’ ચીનમાં જાહેર સ્થળોએ હરવા ફરવા માટે પણ હવે તમારી પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોવો અનિવાર્ય છે. કોરોનાના વધતા કેસોને જાેતા ચીન ફરી પોતાની ઝીરો કોરોના પોલિસી કડક કરી દીધી છે. ત્યાંના પાર્ક, શોપિંગ મોલ, થિયેટર જેવા જાહેર સ્થળોમાં પ્રવેશવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ૭૨ કલાક કરતાં જૂના રિપોર્ટ્‌સ સ્વીકારવામાં આવતા નથી. ચીનના વુહાન શહેરમાં ૧૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ પ્રથમ કોરોના દર્દીને ટ્રેસ કરવામાં આવ્યો હતો. ૨૧ દિવસ પછી એટલે કે ૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ કોરોના ચેપના પ્રથમ દર્દીની જાણ થઈ હતી. એકલા ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં જ ચીની સત્તાવાળાઓએ કોરોના વાયરસના ૨૬૬ દર્દીઓની ઓળખ કરી હતી. ૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ૩૮૧ કેસ નોંધાયા હતા. ૧૦ ઓક્ટોબરે ઉત્તર ચીનના ફેન્યાંગ શહેરમાં પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ સાથે અન્ય એક શહેર હોહોટમાં બહારથી આવતા લોકો અને વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચીનમાં એસિમ્પટમેટિક દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ૧૫ ઓક્ટોબરે ત્યાં કોરોનાના ૧,૦૨૬ નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસ પહેલા એટલે કે ૧૪ ઓક્ટોબરે ત્યાં ૧,૩૬૪ નવા કેસ નોંધાયા હતા.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *