મોસ્કો
રશિયાની રાજધાની મોસ્કોમાં ચેસ સ્પર્ધા દરમિયાન રોબોટે ૭ વર્ષના ખેલાડીની આંગળી તોડી નાખી હતી. ચેસ મેચ દરમિયાન રોબોટે બતાવ્યું કે મશીન ક્યારેય માણસ બની શકતું નથી. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોસ્કો ચેસ ફેડરેશનના પ્રમુખ સર્ગેઈ લઝારેવે કહ્યું, ‘રોબોટે બાળકની આંગળી તોડી નાખી. આ ખરેખર ખરાબ છે. રશિયન મીડિયાથી લઈને આખી દુનિયામાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. આને લગતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોબોટ પહેલા બાળકના એક મોહરાને બહાર કાઢે છે. આ પછી બાળક તેની ચાલ રમે છે પરંતુ રોબોટ તેની આંગળી પકડી લે છે અને છોડતો નથી. આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા લોકો બાળકની મદદ માટે આગળ આવે છે અને આખરે તેને રોબોટની પકડમાંથી મુક્ત કરે છે. એવું નથી કે પહેલીવાર કોઈ રોબોટે માણસ પર આ રીતે હુમલો કર્યો હોય. આ પહેલા વર્ષ ૧૯૭૯માં અમેરિકાના મિશિગનમાં એસેમ્બલી લાઇન વર્કર રોબર્ટ વિલિયમ્સની રોબોટ દ્વારા હત્યા કરવામાં આવી હતી. રોબોટ દ્વારા માનવ જીવ લેવાની આ પ્રથમ ઘટના હતી. ૧૯૮૧ માં, ફેક્ટરી વર્કર કેનજી ઉરાડાને જાપાનમાં એક રોબોટે તેને ગ્રાઇન્ડર મશીનમાં ધકેલીને મારી નાખ્યો હતો. વર્ષ ૨૦૧૫માં એક ૨૨ વર્ષીય કામદારને રોબોટ દ્વારા માર મારવામાં આવ્યો હતો. ભારતમાં તે જ વર્ષે, ૨૪ વર્ષીય કાર ફેક્ટરી કામદારની રોબોટ દ્વારા હત્યા કરવામાં આવી હતી.ઘણી વખત એવી ચર્ચા થઈ છે કે જાે માનવ દુનિયામાં રોબોટની સંખ્યા વધશે તો શું થશે? કેટલાક લોકો તેને માનવીની મદદ કરનાર માને છે, જ્યારે કેટલાક લોકોને હંમેશા એવી આશંકા હોય છે કે મશીનમાં માણસ જેવો અંતરાત્મા ન હોઈ શકે. આનું ઉદાહરણ રશિયાની રાજધાની મોસ્કોમાં જાેવા મળ્યું છે. અહીં રોબોટ દ્વારા એક બાળકની આંગળી તોડી નખાઈ હતી.

