બેંગ્લુરૂ
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય લહર સિંહ સિરોયાએ સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને એ સ્પષ્ટ કરવા માટે કહ્યું કે, શું નક્સલી-માઓવાદી અને તેમના સમર્થક કર્ણાટકમાં કોંગ્રેસની ‘ભારત જાેડો યાત્રા’નો હિસ્સો છે? લહર સિંહ સિરોયાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસમાં ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા પાસે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ આપવાની માગણી કરતા ૧૦ સવાલ પૂછ્યા છે. તેમણે સવાલ કર્યો કે, શું કોંગ્રેસ રાજ્યમાં નક્સલીઓ-માઓવાદી અને તેમના સમર્થકોની ગતિવિધિઓની કેન્દ્રીય એજન્સીઓ પાસે તપાસ કરાવવાની માગણી કરશે? ભાજપના સાંસદે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, જાેકે તેઓ કર્ણાટકમાં પદયાત્રા કરી રહ્યા છે એટલે શું હું રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા પાસે નિમ્નલિખિત મુદ્દાઓ પર દેશ અને રાજ્યને સ્પષ્ટીકરણ આપવાનો અનુરોધ કરી શકું છું? શું તેઓ એ વાતની પુષ્ટિ કરી શકે છે કે નક્સલી-માઓવાદી અને તેમના સમર્થક ‘ભારત જાેડો યાત્રા’ના કર્ણાટક ચરણનો હિસ્સો નથી? શું આ લોકો યાત્રાની યોજનામાં સામેલ હતા? તેમણે પૂછ્યું કે શું તેઓ પુષ્ટિ કરી શકે છે કે હાલના વર્ષોમાં કેટલાક કોંગ્રેસીઓ મીડિયા પ્રતિષ્ઠાનોની સ્થાપના અને સંચાલન માટે રકમ ભેગી કરવા માટે નક્સલીઓ અને માઓવાદીઓની મદદ કરી છે? શું તેઓ ધનના સ્ત્રોતોની તપાસ માટે સહમત થશે? ૩૦ સપ્ટેમ્બરના રોજ ચામરાજનગરના ગુંડલુપેટના રસ્તે કર્ણાટકમાં પ્રવેશ કરનારી ભારત જાેડો યાત્રા સોમવારે મૈસૂર પહોંચી ગઈ. સિરોયાએ કર્ણાટકમાં વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૧૮ વચ્ચે સત્તાધારી કોંગ્રેસ સરકારના કામકાજ પર શંકા વ્યક્ત કરતા સિદ્ધારમૈયાને આ અવધિમાં નક્સલીઓ વિરુદ્ધ તેમની સરકારની નીતિ બાબતે બતાવવા કહ્યું. તેમણે સવાલ કર્યો કે, શું તેઓ એ વાતની પુષ્ટિ કરી શકે છે કે સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી સરકારે જાણીજાેઇને આ વાતને નજરઅંદાજ કરી કે નક્સલી-માઓવાદી પોતાના અભિયાનને મજબૂત કરવા માટે એક પ્રસિદ્ધ પત્રકારની મોતનો ફાયદો ઉઠાવી રહ્યા છે? શું સિદ્ધારમૈયાના મિત્રોએ પત્રકારની યાદમાં શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવા માટે નક્સલીઓને આર્થિક સહાયતા આપી? સિરોયા જે પત્રકારનો ઉલ્લેખ કરી રહ્યા છે તે સંભવતઃ ગૌરી લંકેશ છે, જેમની ૫ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ બેંગ્લોરના રાજેશ્વરી નગર સ્થિત તેમના આવાસ પાસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ભાજપના સાંસદે પૂછ્યું કે, સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર શું પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની જેમ નક્સલીઓ-માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતી હતી? તેમના કાર્યકાળમાં કેટલાક ભૂમિગત તત્વો કેમ ખૂલીને સામે આવ્યા?
