National

જન્મનું ખોટું સોગંદનામું રજૂ કરી સગીરે યુવતી સાથે અપહરણ કરી લગ્ન કર્યા

પાલનપુર
દાંતા તાલુકાના નાગેલના ગૃહસ્થે તેમની પુત્રીના લગ્ન વશી ગામે કર્યા હતા. જ્યાં તેણી એક માસ અને ૧૦ દિવસ રહ્યા પછી પિયર પરત આવી હતી. દરમિયાન ૧૩ જુલાઇ ૨૦૨૧ના દિવસે બાજુના જગતાપુરા ગામનો સગીર તેણીનું અપહરણ કરી ગયો હતો. જે બંનેએ તારીખ ૧૪/૦૭/૨૦૨૧ના રોજ ખેડા જીલ્લાના થસરા તાલુકાના ચંદાસર ગામે પ્રેમલગ્ન કરી લીધા હતા. આ અંગે ગૃહસ્થે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ રીટ દાખલ કરતાં પોલીસે બંનેને કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં તેમની પુત્રીએ જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેની પાસે જવાનું કહેતા કોર્ટે તેને સોંપી હતી. દરમિયાન ગૃહસ્થે આ શખ્સનું લીવીંગ સર્ટી મેળવતાં તેની જન્મ તારીખ ૩૧/૦૮/૨૦૦૨ હતી. જે પુખ્તવયનો ન હોવા છતાં તેના જન્મના પ્રમાણપત્રનું સ્ટેમ્પ પેપર ઉપર ખોટું સોગંધનામું કરાવી પ્રેમ લગ્ન કરાયા હતા. આથી તેમણે પોતાની પુત્રી અને લગ્ન કરનારા શખ્સ સામે દાંતા પોલીસ મથકે ૧૮/૧૧/૨૦૨૧ના રોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને સામે ગૂનો નોંધ્યો હતો. જાેકે, જન્મનું ખોટું સોગંધનામું કરી આ લગ્નમાં સાક્ષી બનેલા વડગામ તાલુકાના વગદડી ગામના બે શખ્સો, ચંદાસરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને પ્રેમ લગ્ન કરાવનારા પાલનપુરના મહારાજ સામે આ ગૂનામાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૬૮ મુજબ આરોપીઓના નામ ઉમેરવા માટે પોલીસવડાને રજૂઆત કરી છે. આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, દાંતા પોલીસ મથક, પોલીસવડા સહિત ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પ્રેમ લગ્ન કરનારા સગીરે રજુ કરેલા એલ.સીના જન્મના પ્રમાણપત્રમાં ઓછી ઉંમર હોવાનું ફલિત થાય છે. જે મુજબ તેની સામે પોલીસ મથકે બાળલગ્ન પ્રતિબંધક કલમ મુજબ ગૂનો નોંધવામાં આવ્યો છે. જેમાં મદદગારી કરનારા બે સાક્ષી, તલાટી, નોટરી તેમજ પ્રેમ લગ્ન કરનાર બંનેની ધરપકડ કરવામાં આવી છે. જાેકે, યુવતીના પિતા જે આક્ષેપ કરી રહ્યા છે. તે જન્મ તારીખનું પ્રમાણપત્ર માત્ર તેમની પાસે જ હશે. પોલીસ તપાસમાં પણ કોઇપણ જગ્યાએથી સગીર દ્વારા બનાવેલ ખોટા દસ્તાવેજાે કે જન્મનું પ્રમાણપત્ર ખોટું બનાવેલ હોય તેવું ફલિત થયેલ નથી. જેથી તેમની સામે કલમ ૪૬૮ ઉમેરી શકાય નહી. દાંતા તાલુકાના ગામની પરિણીત યુવતીને બાજુના જગતાપુરાનો સગીર અપહરણ કરી ગયો હતો. જે પછી ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંધનામું રજુ કરી સગીરના પ્રેમલગ્ન કરાવી દીધા હતા. આ અંગે યુવતીના પિતાએ અપહરણકર્તા શખ્સ અને પોતાની પુત્રી સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જાેકે, લગ્ન કરાવવામાં મદદગારી કરનારા બે સાક્ષી, તલાટી અને લગ્ન કરાવનારા મહારાજ સામે કલમ ૪૬૮ મુજબ ગૂનો નોંધવવા ગૃહસ્થ દાંતા પોલીસ મથકના પગથિયા ઘસી રહ્યા છે. આ અંગે તેમણે જિલ્લા પોલીસવડા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *