National

પાકિસ્તાનમાં માલકીને નોકર સાથે પ્રેમ થતાં લગ્ન કર્યાં

ઇસ્લામાબાદ
પાકિસ્તાનના ઈસ્લામાબાદની રહેવાસી નાઝિયાએ ઘરકામ કરવા માટે એક નોકર રાખ્યો હતો. નોકરનું નામ સુફયાન છે. નાઝિયાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે ઘરમાં એકલી રહેતી હતી. તેણીનું પોતાનું કોઈ ન હતું, તેથી તે એક નોકર શોધી રહી હતી, જેના પર તેણી વિશ્વાસ કરી શકે. આ પછી એક મિત્રે સુફયાનને રાખવાની સલાહ આપી તો નાઝિયાએ તેને નોકરી પર રાખ્યો. તે દર મહિને રૂ. ૧૮,૦૦૦ નો પગાર આપવા પણ સંમત થઈ હતી. નાઝિયાએ કહ્યું કે, લોકોએ સુફયાનના જે વખાણ કર્યા હતા તે તેના કરતા વધુ સારા છે. થોડા સમય પછી નાઝિયા સુફિયાનની કામ કરવાની રીત અને વિચારસરણીથી પ્રભાવિત થવા લાગી અને ધીમે ધીમે નાઝિયાને સુફિયાન સાથે પ્રેમ થઈ ગયો. જાેકે તેણે આ વાતને થોડા દિવસો સુધી છુપાવીને રાખી હતી, પરંતુ એક દિવસ તેણે સુફયાન સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું નક્કી કર્યું. આ પછી નાઝિયાએ સુફયાનને પ્રપોઝ કર્યું. આ દરમિયાન સુફયાન થોડીવાર માટે ચોંકી ગયો હતો પરંતુ તેણે આઈ લવ યુના બદલે આઈ લવ યુ ટુ કહ્યું હતું. ત્યારબાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. નાઝિયાએ જણાવ્યું કે, સુફયાન તેનું ખૂબ ધ્યાન રાખે છે અને તેને પ્રેમથી કેટરિના કૈફ કહે છે અને નાઝિયા તેને સલમાન ખાન કહીને બોલાવે છે. નાઝિયાએ કહ્યું કે, લગ્નનો ર્નિણય લેવો સરળ ન હતો. લોકોએ ખૂબ વિરોધ કર્યો પણ અમે એકબીજાની પડખે ઊભા રહ્યા.સોશિયલ મીડિયા પર જાત-ભાતના સમાચાર વાયરલ થતા રહે છે, જે ક્યારેક આપણને આશ્ચર્યમાં મૂકી દે છે તો ક્યારેક હસાવી દે છે. આવા જ એક સમાચાર પાકિસ્તાનથી સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં, આ સમાચાર એક માલિક અને નોકરની લવ સ્ટોરી વિશે છે. નાઝિયા નામની મહિલાની ચર્ચા માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પર થઈ રહી છે. મહિલાએ તાજેતરમાં જ તેના નોકર સાથે લગ્ન કર્યા છે. નાઝિયાએ એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તેણે તેની લવ સ્ટોરી વિશે ઘણી વાત કરી હતી, જેના પછી આ મહિલાની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ સ્ટોરી એક નોકર અને માલકીનની છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *