National

લાઇવ મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટરની મોતની દુર્ઘટનાનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

પાકિસ્તાન
પાકિસ્તાનમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચ દરમિયાન એવો અકસ્માત થયો કે, તમામ ખેલાડીઓ ચોંકી ગયા. ફિલ્ડિંગ કરી રહેલો ઉસ્માન શિનવારી નામનો ખેલાડી અચાનક હાંફવાથી નીચે પડી ગયો હતો. તેને પડતો જાેતાં જ બાકીના ખેલાડીઓએ ઝડપથી તેમની તરફ દોડી ગયા હતા અને તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે બેભાન જ રહ્યો હતો. આ પછી ઉસ્માનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યારસુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ડોક્ટરના મતે આ ખેલાડીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. આ ક્રિકેટરના મોતથી મેદાન પર હાજર તમામ ખેલાડીઓ હચમચી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, રવિવારે પાકિસ્તાન કોર્પોરેટ લીગ અંતર્ગત આ મેચ (૨૫ સપ્ટેમ્બર) લાહોરના પ્રખ્યાત જ્યુબિલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી. આ મેચમાં બર્જર પેઈન્ટ્‌સ અને ફ્રાઈસલેન્ડની ટીમો આમને-સામને હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બર્જર પેઇન્ટ્‌સની બેટિંગ ચાલી રહી હતી. ત્યારપછી મેદાન પર રહેલા ફ્રાઈસલેન્ડનો ફિલ્ડર ઉસ્માન શિનવારી હાંફળોફાંફળો થઈ જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના જાેઈને તમામ ખેલાડીઓ તેમની તરફ દોડ્યા હતા. વાયરલ થઈ રહેલા આ ઘટનાના વીડિયોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે ફિલ્ડિંગ કરી રહેલો ઉસ્માન અચાનક જમીન પર પડી જાય છે અને કેટલાક ખેલાડીઓ તેની નજીક પહોંચીને તેને હોશમાં લાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેને કંઈ ફેર પડતો નથી. ત્યારબાદ ઉસ્માનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરો તેનો જીવ બચાવી શક્યા નહોતા. ડોક્ટરોએ જણાવ્યું કે, ઉસ્માનનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. શિનવારી લાંબા સમયથી ક્લબ સાથે કોર્પોરેટ ક્રિકેટ રમી રહ્યો હતો. તેઓ ફ્રાઈસલેન્ડ કંપનીના વેચાણ વિભાગના હેડ હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો અને એવી અફવા ફેલાઈ ગઈ કે, હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલા ક્રિકેટર પાકિસ્તાન તરફથી વનડે, ટેસ્ટ રમનારા ઉસ્માન શિનવારી તો નથી. જાે કે, ટૂંક સમયમાં જ પાકિસ્તાની પત્રકારોએ આ અફવાને ફેલાવતા અટકાવી હતી અને સાચી માહિતી આપતા કહ્યુ હતુ કે, જે ખેલાડીએ જીવ ગુમાવ્યો તે કોર્પોરેટ ક્રિકેટ રમનારો ઉસ્માન છે. પાકિસ્તાન તરફથી રમતા ઉસ્માન એકદમ ઠીક છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *