શ્રીલંકા
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા ગૃહ યુદ્ધની આરે ઉભું છે. દરમિયાન, શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે રાજીનામું આપી દીધું હતું. જે બાદ સ્પીકરને દેશની કમાન સોંપવામાં આવી શકે છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આ પદ સંભાળશે. શ્રીલંકાએ રાજકીય નેતાઓને કહ્યું કે તે નવી સરકાર માટે માર્ગ બનાવવા માટે તૈયાર છે. મહિન્દ્રા રાજપક્ષે બાદ તાજેતરમાં રાનિલ વિક્રમસિંઘેએ દેશની બાગડોર સંભાળી છે. રાનિલ વિક્રમસિંઘેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ એક ટિ્વટ કર્યું છે. પૂર્વ પીએમે એક ટ્વીટમાં કહ્યું કે આજે પાર્ટી નેતાઓની બેઠકમાં તમામ નાગરિકોની સુરક્ષા સહિત સરકારની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે સર્વપક્ષીય સરકાર બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણયને સરળ બનાવવા માટે હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપું છું. સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેના ઘરે આયોજિત મીટિંગ પછી, સાંસદ હર્ષા ડી સિલ્વાએ ટ્વીટ કર્યું કે મીટિંગમાં ર્નિણય લેવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ અને પીએમ તાત્કાલિક પદ છોડી દે. કાર્યકારી પ્રમુખની નિમણૂક વધુમાં વધુ ૩૦ દિવસ માટે થવી જાેઈએ. આગામી થોડા દિવસોમાં વચગાળાની સર્વપક્ષીય સરકારની નિમણૂક થવી જાેઈએ અને ટૂંક સમયમાં ચૂંટણી યોજવી જાેઈએ. સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનેના ઘરે ઝૂમ પર યોજાયેલી નેતાઓની બેઠકમાં વર્તમાન સંકટને દૂર કરવા માટે રાષ્ટ્રપતિ અને પીએમને પદ પરથી હટાવવાની વાત કરવામાં આવી હતી. જે બાદ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે કહ્યું હતું કે તેઓ દેશમાં સર્વપક્ષીય સરકારની રચનાનો માર્ગ મોકળો કરવા માટે રાજીનામું આપવા તૈયાર છે. આ પછી હવે રાનિલ વિક્રમસિંઘેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શ્રીલંકાની આર્થિક અને રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. સાવચેતીના ભાગરૂપે, સરકારે તમામ શાળાઓ તેમજ ચાર રાજ્યની યુનિવર્સિટીઓને ૧૫ જુલાઈ સુધી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. વર્તમાન પરિસ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ ગોયબાયાએ રાજપક્ષે પરિવાર સાથે રાષ્ટ્રપતિ ભવન છોડી દીધું છે. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શ્રીલંકન મીડિયા દાવો કરી રહ્યું છે કે સરકારી કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રપતિના સૂટકેટ નેવીના જહાજાેમાં રાખવામાં આવી રહ્યા છે. હાલમાં તેની પુષ્ટિ થઈ નથી.


