બોસ્ટન
ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી અમેરિકાના બોસ્ટન શહેરમાં ખાસ રીતે કરવામાં આવશે. આઝાદીની આ ઉજવણીમાં ૩૨ દેશો ભાગ લેશે. તે જ સમયે, સમારોહને વધુ વિશેષ બનાવવા માટે, બોસ્ટન શહેર પર એરક્રાફ્ટમાંથી ૨૨૦ ફૂટ ઊંચો યુએસ-ભારતનો ધ્વજ ફરકાવવામાં આવશે. આ વિષય પર ‘ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન-ન્યૂ ઈંગ્લેન્ડ’ના પ્રમુખ અભિષેક સિંહે કહ્યું કે આ વર્ષે ભારતની આઝાદીની ઉજવણીમાં પહેલીવાર ઘણી વસ્તુઓ થવા જઈ રહી છે. બીજી તરફ ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે, મેસેચ્યુસેટ્સના ગવર્નર ચાર્લી બેકરે ૭૫ વર્ષના સ્વતંત્રતા દિવસને ‘ભારત દિવસ’ તરીકે જાહેર કર્યો. આ ઉત્સવ ૧૫ ઓગસ્ટે બોસ્ટનમાં ઈન્ડિયા સ્ટ્રીટ પર અને તેના આગલા દિવસે ૧૪ ઓગસ્ટના રોજ રોડ આઈલેન્ડના સ્ટેટ હાઉસ ખાતે યોજાશે. પૂર્વ ભારતીય ક્રિકેટર આરપી સિંહને પરેડમાં ગ્રાન્ડ માર્શલ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હ્લૈંછ ન્યૂ ઈંગ્લેન્ડ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના બેનર હેઠળ ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. હ્લૈંછ ન્યૂ ઈંગ્લેન્ડે કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર ૩૨ દેશોના લોકો ઈન્ડિયા ડે પરેડમાં ભાગ લેવા જઈ રહ્યા છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ પ્રસંગે પ્રી-રેકોર્ડેડ મેસેજ મોકલ્યો છે. તેમના સંદેશમાં ગોયલે કહ્યું કે, “ભારત-યુએસ સંબંધો ખૂબ આગળ વધી ગયા છે. આજે આપણે કુદરતી ભાગીદાર છીએ. અમે મિત્રો છીએ અને અમે ખૂબ જ મહત્વપૂર્ણ સાથી છીએ. અમારી ભાગીદારી વ્યૂહાત્મક છે, ખૂબ જ ઊંડી છે અને તેના મહત્વના પરિમાણો છે.


