સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. કપાસના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યા છે. ગામડામાં હાલ કપાસના ભાવે રેકોર્ડ કર્યો તેની ચર્ચા થઈ રહી છે. કપાસના એક મણનો ભાવ ૨૭૬૨ રૂપિયા થયો છે. ચાર કે પાંચ દિવસમાં કપાસનો ભાવ ૨૮૦૦ને પાર પહોંચી શકે છે. કપાસની ઓછી આવકના કારણે ભાવે રેકોર્ડ સર્જ્યો હોવાનું કહેવાય છે. કપાસના સારા ભાવના કારણે ચાલુ વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરશે. આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં કપાસનું વાવેતર ગત્ત વર્ષ કરતાં ઓછું હોવાથી તેની અસરે કપાસના ભાવ પર જાેવા મળી રહી છે.


