National

કાશી તમિલ સંગમ એક એવો વિચાર જે એક ભારત શ્રેષ્ઠ ભારતને બળ આપે છે ઃ અનુરાગ ઠાકુર

બનારસ
કેન્દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કાશી તમિલ સંગમ એક એવો વિચાર છે જે એક ભારત શ્રેષ્ઠ ભારતને બળ આપે છે.કાશી તમિલ સંગમ હેઠળ આયોજિત ખેલ મહોત્સવના ચોથા દિવસે બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય (બીએચયુ)માં આયોજિત ક્રિકેટ મેચમાં પોતાના સંબોધનમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલ અનુરાગ ઠાકુુરે આ વાત કહી હતી. ઠાકરે કહ્યું કે વારાણસીમાં કાશી તમિલ સંગમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી અને તમિલનાડુની વચ્ચે સદી જુની એતિહાસિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધને પુનર્જીવિત કર્યા છે.તેમણે કાશી તમિલ સંગમ પહેલ માટે વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે કહ્યું કે કલા સંસ્કૃતિ અને સાહિત્ય તમામ ક્ષેત્રોમાં કાશી અને તમિલનો જે મેળ છે તે હજારો વર્ષ જુનો છે અને તેને ફરી એકવાર જીવંત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર તમિલનાડુના અલગ અલગ ખુણેથી ૨૫૦૦ લોકો ઉત્તરપ્રદેશમાં આવી રહ્યાં છે તથા ખેલોના આયોજનથી યુવાનોમાં એક ઉત્સાહ ભરી દીધો છે.તેમનુું કહેવું હતું કે એક મહીના સુધી ચાલનારા કાશી તમિલ સંગમમાં આઠ દિવસ રમતો માટે આપવામાં આવ્યા છે આ પોતાના આપમાં બતાવે છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે ખેલ કેટલી મહત્વપૂર્ણ છે તેમના અનુસાર આ આયોજનથી એક નવો અધ્યાય જાેડાવ જાેવા મળી રહ્યો છે. ખેલ મંત્રીએ કહ્યું કે મેચ હારવી કે જીતવી મહત્વપૂર્ણ ધરાવતું નથી આ મિત્રતા મેચથી એક બીજાને જાણવામાં મદદ મળશે તેમનું કહેવુ હતું કે ત્યાં સુધી કે જાે કોઇ વ્યક્તિ બીજાની ભાષા જાણતો નથી તો પણ તે સંવાદ કરી શકે છે અને તે એક બીજાને જાણી શકે છે.ઠાકરે અમૃતકાળ દરમિયાન વડાપ્રધાન વિજન પર પ્રકાશ નાખ્યો કે આપણે ફકત અધિકારોની ઇચ્છા રાખવી જાેઇએ નહીં પરંતુ જવાબદારી પણ લેવી જાેઇએ તેમણે કહ્યું કે ગત આઠ વર્ષોમાં વારાણસીમાં જે સ્તરના વિકાસ કાર્યો થયા છે તે પહેલા કયારેય થયા નથી

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *