પાકિસ્તાન
પાકિસ્તાની ખગોળશાસ્ત્રીઓએ આ ઉલ્કાના પડવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ બળી ગઈ હશે અને પછી તે પૃથ્વી પર પડી ગઈ. હવામાનશાસ્ત્રી જવાદ મેમને જણાવ્યું હતું કે આવી ઉલ્કાઓ માનવી માટે ખતરો નથી હોતી. ઉલ્કાઓ એ અવકાશી ખડકો હોય છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ ભારે દબાણનો સામનો કરે છે અને ગરમ થઈને સળગી ઉઠે છે. નાસાના જણાવ્યા અનુસાર, જે ચમકદાર પૂંછડી દેખાય છે તે વાસ્તવમાં ખડક નથી હોતો પરંતુ ગરમ હવા હોય છે. જ્યારે મોટા પાયે ઉલ્કાપિંડ પૃથ્વી પર પડે છે ત્યારે તેને ઉલ્કા વર્ષા કહેવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણમાં દરરોજ હજારો ઉલ્કાઓ પ્રવેશે છે. આમાંથી મોટા ભાગની દરિયા અને ઉજ્જડ વિસ્તારોમાં પડે છે. ઘણી ઉલ્કા દિવસ દરમિયાન પડે છે, તેથી તે દેખાતી નથી. જે ઉલ્કાપિંડ રાત્રે પડે છે, જેના દેખાવાની સંભાવનાઓ સૌથી વધુ હોય છે. પરંતુ રાતે ઓછા લોકો બહાર હોય છે તેના કારણે રાતમાં ખરતા ઉલ્કાપિંડની નોંધ પણ ઓછી લેવાય છે. ઘણીવાર આપણે ઘણી વાર આવા ઉલ્કાપિંડને ખરતા તારાઓ પણ કહીએ છીએ. અમુક સમયે જ્યારે ઉલ્કાઓ પડે છે ત્યારે મોટો અવાજ પણ આવે છે. કરાચીમાં ઉલ્કાપિંડનો પ્રકાશ જાેઈને ઘણા લોકો ગભરાઈ ગયા અને ઘરની બહાર નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર લખેલી તેમની પોસ્ટમાં લોકોએ જણાવ્યું કે આ ઉલ્કાની ચમક વાદળી રંગની હતી અને જાેવામાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી અને સિંધ પ્રાંતના અન્ય ભાગોમાં આકાશમાં એક રહસ્યમય ચમક દેખાઈ, જે થોડા સમય પછી ગાયબ થઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક ઉલ્કા હતી અને તેની પૂંછડી દૂરથી દેખાતી હતી. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ સાંજે ૭ વાગ્યાની આસપાસ આ ઉલ્કાને પડતી જાેઈ હતી. આના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે.
