National

૫ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરી મહિલાને રસ્તા પર ફેંકી દેવામાં આવી,તપાસ હાથ ધરી

ગાઝિયાબાદ
૨૦૧૨ના દિલ્હીના ર્નિભયા કાંડ જેવો કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સામે આવ્યો. દિલ્લીની ૪૦ વર્ષીય મહિલા સાથે ૫ નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું. પ્રોપર્ટી વિવાદમાં મહિલા અને ૫ શખ્સોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાનું મહિલાએ જણાવ્યું. આ વચ્ચે પાંચેય શખ્સોએ મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. પોલીસે તો હાલમાં સામુહિક દુષ્કર્મનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગાઝિયાબાદ પોલીસના મુજબ ૧૮ ઓક્ટોબરના રોજ વહેલી સવારે ૩ઃ૩૦ વાગ્યે નંદગ્રામને પોલીસ સ્ટેશનને માહિતી મળી કે આશ્રમ રોડ પર એક મહિલા પડી છે. જેને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલ લઈ મોકલી. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે દિલ્લીની નંદ નગરીની રહેવાસી છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે તે એક દિવસ પહેલા તેના ભાઈના જન્મદિવસની ઉજવણી કરવા ગાઝિયાબાદ આવી હતી, જ્યારે ભાઈએ તેને પાછી મૂકી ત્યારે ૪ શખ્સો તેનું અપહરણ કરી અજાણી જગ્યાએ લઈ ગયા. મહિલાએ જણાવ્યું કે ૧ શખ્સ પહેલાથી ત્યાં હતો. એક બાદ એક પાંચેય શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. ૨ દિવસ સુધી આરોપીઓએ મહિલાને ટોર્ચર કરી. એટલું જ નહીં નરાધમોએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળીયો પણ નાખ્યો. ત્યારબાદ મહિલાને કોથળામાં નાખી તેને રસ્તા પર ફેકી દેવામાં આવી. લોહીથી લથપથ હાલતમાં મહિલા મળી આવતા પોલીસને જાણ કરાઈ. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગંભીર હાલતમાં મહિલાએ પોલીસને સમગ્ર માહિતી આપી અને આરોપી સામે ફરિયાદ નોંધાવી. હ્લૈંઇમાં આરોપીઓના નામ દીનુ, શાહરૂખ, જાવેદ, ધોલા અને ઔરંગઝેબ સામેલ. મહિલાના ભાઈએ પણ નોંધાવેલી ફરિયાદના આધારે ૪ શખ્સોને કસ્ટડીમાં લીધા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાથે મહિલાનો પ્રોપર્ટી અંગે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો હતો, જેની સામે મહિલાએ એફઆઈઆર નોંધાવી છે, કોર્ટમાં સિવિલ કેસ પણ છે. મહિલા દિલ્લીની છે અને તેની જીટીબી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દિલ્લી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટિ્‌વટ કરી કહ્યું કે દિલ્લીની યુવતી રાત્રે ગાઝિયાબાદથી પાછી આવી રહી હતી, જ્યારે તેને બળજબરીથી કારમાં લઈ જવામાં આવી હતી, મહિલા પર ૫ શખ્સોએ ૨ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું અને તેના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો હતો, રસ્તાની બાજુમાં કોથળામાંથી મહિલા મળી આવી ત્યારે પણ તેની અંદર સળિયો હતો. હોસ્પિટલમાં મહિલા જીવનની લડાઈ લડી રહી છે, જીજીઁ ગાઝિયાબાદને નોટિસ આપવામાં આવી છે. સ્વાતિ માલીવાલના આરોપ પર ગાઝિયાબાદ પોલીસે પ્રતિક્રિયા આપી. મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો અને તેને કોથળામાં નાખી હોવાની વાત પોલીસે નકારી છે. હાલમાં આરોપીઓને કસ્ટડીમાં લઈ તેમની સામે તપાસ કરવામાં આવી રહી છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *