Delhi

પશ્ચિમ બંગાળમાં બે દીકરાએ સગી માતાને ઊંઘની ગોળીઓ ખવડાવીને રસ્તા પર મુકીને જતાં રહ્યા

નવીદિલ્હી
પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણાના ભાટપાડા વિસ્તારમાંથી માનવતાને નેવે મુકતી એક ઘટના સામે આવી છે. વૃદ્ધ માતાને ઊંઘની ગોળીઓ ખવડાવીને બે દીકરા અડધી રાતે ગાંગાના પાર ભાટપાડાની એક સ્કૂલની સામે ફુટપાથ પર છોડીને જતાં રહ્યા હતા. બે રાત વિત્ય બાદ સ્થાનિક લોકોની મદદ અને પોલીસની પહેલથી વૃદ્ધની સારવાર કરાવામાં આવી. ત્યાર બાદ શુક્રવારે પોલીસે બંને દીકરાને હાજર કર્યા અને લખાણ કરાવીને વૃદ્ધાને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી. જાે કે, લોકોના મનમાં હજૂ પણ એ સવાલ છે કે, શું આવી ઘટના ફરી વાર નહીં બને? પોલીસ તથા સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વૃદ્ધ મહિલાનું નામ ઉષારાની પ્રમાણિક છે. ઘર હુગલીના ચુંચુડાના ઘાટકપાડામાં છે. તેમણે કહ્યું કે, મારે બે દીકરા ટિંકૂ અને મનોજ તેમને ભાટપાડામાં મુકીને જતા રહ્યા. વિસ્તારના લોકોએ તેમને ખાવાનું આપ્યું. પોલીસ આવી અને હોસ્પિટલે લઈ ગઈ. મારો પતિ બેન્કમાં કામ કરતો હતો. બેય દીકરા માછલીનો વેપાર કરે છે. મારા પતિના મૃત્યુ બાદ, હું પરિવારમાં બોઝ બની ગઈ. ભાટપાડા પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર, આ વિસ્તારના લોકો તરફથી સૂચના મળ્યા બાદ ગુરુવારની રાતે વૃદ્ધા સ્થાનિક રાજલક્ષ્મી બાલિકા વિદ્યાલય સામે ફુટપાથ પર બેઠેલા દેખાયા. તે ઘરે જવા માગતી હતી. પહેલા તો તેમની સારવાર માટે તેમને ભાટાપાડાની સ્થાનિક હોસ્પિટલે લઈ ગયા. તેણે ઘરનું સરનામું કહ્યું અને પોલીસે સંપર્ક કર્યો. શુક્રવારે આ મહિલાના બંને દીકરા હાજર થયા. પોલીસે બંને દીકરાને આવી રીતે મહિલાને પ્રતાડિત નહીં કરવાની ચેતવણી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *