Delhi

પાવાગઢ રોડ પર ઢીકવા પાસે લાકડા ભરેલી કાર ઝાડ સાથે અથડાતા બે લોકોનાં મોત

નવીદિલ્હી
પંચમહાલના પાવાગઢ રોડ પર ઢીકવા પાસે લાકડા ભરેલી કવાલિસ કાર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ચાલક સહિત બેના ઘટના સ્થળે મોત થયા હતા. ઢીકવા ગામની સીમમાંથી લાકડા ભરીને આવતી કાર અથડાઈ હતી. હાલોલ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. બંને મૃતદેહ પીએમ અર્થે હાલોલ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા. મૃતકના નામ જૂનેદ અહેમદ બહેરા અને મેહફુઝ હુસેન હયાત છે. બંને ગોધરાનાં રહેવાસી હોવાની હકીકત સામે આવી છે. વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડી વચ્ચે આવેલી હોટલની એક રૃમમાં રોકાયેલા યુગલ પૈકી પુરૃષનું મોત થયું હતું.જે અંગે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ડભોઇ રોડ સોમા તળાવ નજીક જલારામ નગરમાં રહેતા પ્રવિણભાઇ ચીમનભાઇ સુતરીયા વાઘોડિયા રોડ પિપળિયા ગામ પાસે આવેલી એક કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.ગઇકાલે બપોરે ચાર વાગ્યે તેઓ એક યુવતી સાથે હાઇવે કપુરાઇ ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે આવેલી બહુરાની હોટલના ચોથા માળે એક રૃમમાં યુવતી સાથે ગયા હતા.દરમિયાન તેઓ અચાનક જ ઢળી પડયા હતા. જે અંગે યુવતીએ પ્રવિણભાઇના પરિવારને તથા હોટલના સ્ટાફને જાણ કરી હતી.તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.પ્રવિણભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. બનાવ અંગે પાણીગેટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પ્રવિણભાઇ સાથે રૃમમાં ગયેલી યુવતીની તપાસ હાથ ધરી છે.યુવતીની પૂછપરછ દરમિયાન વધુ વિગતો પ્રકાશમાં આવશે.પ્રવિણભાઇ પરિણીત હતા.અને તેમને સંતાનમાં બે દીકરીઓ છે.કયા કારણોસર તેઓ હોટલમાં ગયા હતા.તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *