Delhi

પ્રધાનમંત્રીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતો વીડિયો શેર કરીને કહ્યું ‘શાનદાર’

નવીદિલ્હી
કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા…આ ગીત આમ તો ફિલ્મ બ્રહ્માસ્ત્રનું છે. ખુબ લોકપ્રિય છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ પસંદ પણ પડ્યું છે. પરંતુ હાલ આ ગીત એક અનોખા કારણસર ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે સિંગર સ્નેહદીપ સિંહે આ ગીતને પાંચ ભાષાઓમાં ગાયું છે અને તેને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતને પીએમ મોદીના અધિકૃત ટિ્‌વટર એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ સ્નેહદીપ સિંહ દ્વારા પાંચ ભારતીય ભાષાઓમાં ગવાયેલા આ કેસરિયા ગીત વિશે લખ્યું છે કે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવાની એક મહાન અભિવ્યક્તિ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલયએ ટ્‌વીટ સંદેશમાં લખ્યું છે કે ‘પ્રતિભાશાળી સ્નેહદીપ સિંહ કલસી દ્વારા પ્રસ્તુત આ અદભૂત ગીયનને મે જાેયું છે. માધુર્ય ઉપરાંત આ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની એક મહાન અભિવ્યક્તિ છે. અતિ ઉત્તમ!’ એવું તો શું છે આ વીડિયોમાં?.. વાત જાણે એમ છે કે સ્નેહદીપ સિંહે આ વાયરલ વીડિયોમાં કેસરિયા તેરા રંગ હૈ પિયા…ગીત ગાયું છે. આ ગીતને તેમણે ૫ અલગ અલગ ભાષાઓમાં મલિયાલમ, તેલુગુ, કન્નડ, તમિલ અને હિન્દીમાં ગાયું છે. જેને લઈને સોશિયલ મીડિયામાં સ્નેહદીપના ખુબ વખાણ થાય છે. પીએમ મોદીના આ ટ્‌વીટ પર લોકોએ રિએક્શન આપતા સ્નેહદીપની પ્રશંસામાં લખ્યું છે કે આ ગીત મિલે સુર મેરા તુમારા જેવું લાગી રહ્યું છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *