Delhi

વર્લ્ડ બેન્કના રીપોર્ટથી આખી દુનિયા ચિતામાં!.. IMFએ ભારત માટે આટલા ટકાનું અનુમાન લગાવ્યું

નવીદિલ્હી
મંદીનો ઓછાયો આખી દુનિયા પર વર્તાઈ રહ્યો છે. તેના લાંબા સમયથી ભણકારા વાગી રહ્યા છે અને હવે વર્લ્ડ બેંકે નવા રિપોર્ટમાં આજ પ્રકારના સંકેત આપ્યા છે. મંગળવારે પોતાના વાર્ષિક રિપોર્ટમાં વર્લ્ડ બેંકે ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને ૧.૭ ટકા કરી દીધું છે. આ પહેલાં તેને ત્રણ ટકા રહેવાનું પૂર્વાનુમાન જાહેર કર્યુ હતું. વૈશ્વિક નિગમે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા, ચીન અને યૂરોપ જેવી દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓના વિકાસ દરમાં ઘટાડાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા હાલના વર્ષમાં મંદીની અત્યંત નજીક પહોંચી રહી છે. તેના કારણે ૨૦૨૩ માટે ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ અનુમાનને ઘટાડીને ૧.૭ ટકા કરી દીધું છે. આ આર્થિક વૃદ્ધિનું ૩ દાયકામાં ત્રીજું સૌથી ઓછું અનુમાન છે. આ પહેલાં ૨૦૦૮ અને ૨૦૨૦માં કોરોનાના પ્રકોપના કારણે વિકાસ દરમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે મંદીની અસર ગરીબ દેશો ખાસ કરીને આફ્રિકા જેવા દેશ પર સૌથી વધારે જાેવા મળશે. આ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક ૨૦૨૩ અને ૨૦૨૪માં માત્ર ૧.૨ ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેનાથી ગરીબી વધવાની આશંકા પણ વધી રહી છે. તે સિવાય અમેરિકા-યૂરોપમાં સતત વધી રહેલા વ્યાજ દર ગરીબ દેશોમાંથી રોકાણને આકર્ષિત કરશે અને આ દેશોમાં ઈન્વેસ્ટમેન્ટનું સંકટ વધી શકે છે. રિપોર્ટમાં કોરોના અને રશિયા-યૂક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચીન સહિત દુનિયામાં જાે કોરોના મહામારીનો પ્રકોપ વધે છે તો નબળી ચીની ઈકોનોમીનું પરિણામ યૂરોપને ઉઠાવવું પડી શકે છે. તે સિવાય રશિયા અને યૂક્રેન યુદ્ધના કારણે અમેરિકામાં સપ્લાય ચેન પ્રભાવિત થઈ શકે છે. જાેકે વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા આ વર્ષે મંદીથી બચી શકે છે. પરંતુ તેનો વિકાસ ૦૫ ટકા રહેવાનું અનુમાન છે. વિશ્વ બેંકે જ્યાં ગ્લોબલ ઈકોનોમીના વિકાસ દરના અનુમાનને ઘટાડ્યું છે. તો વીતેલા દિવસોમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ૨૦૨૩-૨૪માં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૧ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતું. તેની પહેલાં ૈંસ્હ્લએ ૬.૮ રહેવાનું અનુમાન કર્યુ હતું. તે સિવાય ૈંસ્હ્લએ ચીના જીડીપી વૃદ્ધિના અનુમાનમાં પણ ભારે ઘટાડો કર્યો છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *