Delhi

વિશાખાપટ્ટનમ ખાતે ય્૦ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપ મીટિંગ યોજાઇ મીટિંગમાં અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ પર ચર્ચા કરવામાં આવી

નવીદિલ્હી,
ય્૨૦ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપ (ૈંઉય્)ની બેઠક મંગળવારે વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ હતી. બે દિવસીય બેઠકમાં ૪૦ દેશોના લગભગ ૬૩ પ્રતિનિધિઓ, આમંત્રિતો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. ભારતીય પ્રેસિડન્સી હેઠળના ૈંઉય્ના એજન્ડાની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, શહેરી માળખાકીય રોકાણના વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાનો મુખ્ય વિષય હતો –– ભવિષ્યના શહેરોનું સમાવિષ્ટ, ફ્લેક્સિબલ અને ટકાઉ ધિરાણ. આ બેઠક ૨૯ માર્ચ સુધી ચાલશે.
બેઠક દરમિયાન, વિષય નિષ્ણાતોએ શહેરી રહેવાસીઓ માટે માળખાકીય સુવિધાઓની જાેગવાઈ અને ભવિષ્યમાં વધુ રોકાણની જરૂરિયાત અંગે તેમની સલાહ આપી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ૈંઉય્ બેઠકમાં હાજરી આપી હતી અને ય્૨૦ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પ્રતિનિધિઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસે કુલ ૪ સત્રો યોજાયા હતા, જ્યારે બીજા દિવસે ૩ સત્રો યોજાશે. શહેરની રેડિસન બ્લુ હોટેલમાં આયોજિત બે દિવસીય કોન્ફરન્સ માટે સોમવારે જ ય્૨૦ દેશો અને યુરોપિયન દેશોના ૫૭ પ્રતિનિધિઓ વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા. ઘટના દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં કુલ ૨,૫૦૦ મજબૂત પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ય્૨૦ ૈંઉય્ની પ્રથમ બેઠક પુણેમાં યોજાઈ હતી, જ્યારે આગામી બે બેઠકો જૂન અને ઓક્ટોબરમાં યોજાશે.

File-02-Page-15-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *