નવીદિલ્હી
મહાનગરપાલિકાના મલ્હાર ડી-બિલ્ડીંગ આવાસમાં પાલિકા અને સોસાયટીના નિયમ વિરુદ્ધ જઈ પ્રમુખ દ્વારા મકાનો ભાડે આપવા અંગે મોડી રાત્રે હંગામા બાદ ઘર્ષણની ઘટના સામે આવી હતી. જાેકે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા સુમન મલારના બિલ્ડિંગમાં ગઈકાલે મોડી રાત્રે ઘર્ષણની ઘટના સામે આવી હતી. પાલિકા સંચાલિત આવાસમાં મકાન ભાડે આપવા પર સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો. મનપાને સોસાયટીના નિયમ વિરુદ્ધ જઈ મકાનો ભાડે આપવાને લઈને મોડી રાત્રે હંગામો થયો હતો. સોસાયટીના જુના પ્રમુખ દ્વારા મારામારી અને અન્ય દાદાગીરીના આક્ષેપો થયા છે. મોડી સાંજે મકાન ભાડે આપવા મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્રર રૂપ લઈ મારામારી સુધી પહોંચી હતી. જાેકે, મારામારી સાથે ઘર્ષણના વીડિયો હવે સામે આવ્યા છે. ઉમરા વિસ્તારના આ સુમન મલ્હાર કોમ્પલેક્ષમાં અગાઉ પણ ભાડુઆતને મકાન આપવાને કારણે હંગામો થયો હતો. ત્યારે મોડી રાત્રે થયેલા ઘર્ષણને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમણે આ મામલામાં મધ્યસ્થી કરવી પડી હતી. સોસાયટીમાં ભાડુઆત રાખવાની મનાઇ હોવા છતાં ગેરકાયદેસર ભાડુઆત લાવી મકાન ભાડે આપવામાં આવતા હોય છે. જેને લઈને સતત વિરોધ ચાલી રહ્યો હતો અને આ વિરોધ મોડી રાત્રે મારામારી સુધી પહોંચ્યો હતો. જાેકે, પોલીસે હાલ આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જાેકે અહીંયા આ વિવાદ લાંબા સમયથી ચાલતો આવ્યો છે અને તેનો ઉકેલ ના આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. મહાનગરપાલિકાના નિયમ પ્રમાણે જે વ્યક્તિને મકાન આપવામાં આવ્યું હોય તે વ્યક્તિ મકાન પાંચ વર્ષ સુધી ભાડે અથવા કોઈને વેચાણ કરી ના શકે તે પ્રકારનો નિયમ છે.


