Delhi

ગોલ્ડન ગ્લોબ પછી ફિલ્મ ઇઇઇ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ બની

નવીદિલ્હી
એસએસ રાજામૌલીની ફિલ્મ ઇઇઇ દુનિયાભરમાં પોતાના નામનો ડંકો વગાડી રહી છે. ઇઇઇ ફિલ્મે ફરી એક વાર ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતનું નામ રોશન કરી દીધું છે. ગોલ્ડન ગ્લોબ જીત્યા પછી રાજમૌલીની ફિલ્મ ‘ઇઇઇ’ ને બેસ્ટ ફોરેન લેગ્વેંજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ જીત્યો છે. ક્રિટિક્સ ચોઇસ એવોર્ડના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલ પર આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. ટિ્‌વટમાં લખ્યુ છે કે ઇઇઇ ફિલ્મના કાસ્ટ એન્ડ ક્રૂને અભિનંદન પાઠવ્યા છે. ફિલ્મએ બેસ્ટ ફોરેન લેગ્વેંજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ એમના નામે કરી દીધો છે. આ કેટેગરીમાં એસએસ રાજમૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ એ ઓલ ક્વાઇટ ઓન ઘ વેસ્ટર્ન ફ્રન્ટ, અર્જેટિના ૧૯૮૫, બાર્ડો, ફોલ્સ ક્રોનિકલ ઓફ એ હેન્ડફુલ ઓફ ટુથ્સ, ક્લોઝ અને ડિસીઝન ટૂ લીવ, જેવી ફિલ્મોને ટક્કર આપી છે. આ બધી જ ફિલ્મોને પછાડતા આરઆરઆર ફિલ્મે ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિર્ટિસ ચોઇસ એવોર્ડ એના નામે કરી લીધો છે. ક્રિટિક્સ ચોઇસ એવોર્ડના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલ પર એસએસ રાજમૌલીનો એક વિડીયો પણ શેર કર્યો છે. આ વિડીયોમાં હાથમાં એ ટ્રોફી લઇને જાેવા મળી રહ્યા છે. એમના ફેસ પર જીતની ખુશી સ્પષ્ટ દેખાઇ રહી છે. ‘આરઆરઆર’ ફિલ્મ ભારતીય સિનેમા માટે ખાસ બની રહી છે. આ પહેલા લોસ એન્જલસમાં આયોજીત ૮૦માં ગોલ્ડન એવોડ્‌સમાં એસ.એસ.રાજમૌલીની ફિલ્મ ઇઇઇ એ ઇતિહાસ રચ્યો હતો. ઇઇઇના ગીત ‘નાતુ-નાતુ’ના બેસ્ટ ઓરિજનલ સોન્ગનો એવોર્ડ જીત્યો. જાે કે આ સમાચાર મળતા જ ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા હતા અને ત્યાં ઇઇઇ એ બેસ્ટ ફોરેન લેગ્વેંજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ જીતીને નવું નામ રોશન કરી લીધુ છે. ફિલ્મની સફળતાથી ખુશ રાજમૌલીએ એમના ટિ્‌વટર એકાઉન્ટ પર એક ખાસ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં એ ફેમસ ડાયરેક્ટર જેમ્સ કેમરોનની સાથે ચર્ચા કરતા જાેવા મળી રહ્યા છે. જેમ્સે આ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે. જેમ્સના વખાણથી આલિયાએ એની સ્ટોરીમાં જેમ્સને ધન્યવાદ કહ્યું છે. આલિયાએ લખ્યુ છે કે..’ઉફ્ફ..વોટ અ બ્યૂટીફૂલ મોર્નિંગ. જેમ્સ કેમરોન એડમાયર આરઆરઆ..લવ યૂ સર’

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *