નવીદિલ્હી
માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ પણ છીનવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને દિલ્હીમાં સરકારી બંગલો ખાલી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ પછી કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીના સમર્થનમાં ઘણા અભિયાનો શરૂ કર્યા છે. તેમાંથી એક છે ‘મારું ઘર રાહુલ ગાંધીનું ઘર’. આ દરમિયાન અયોધ્યાના હનુમાનગઢી સાથે જાેડાયેલા એક સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી છે. અખિલ ભારતીય સંકટ મોચન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય દાસે કહ્યું કે, જાે તેઓ અયોધ્યામાં રહેવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. તેઓ હનુમાનગઢી કેમ્પસમાં પણ આવીને રોકાઈ શકે છે. સંજય દાસે કહ્યું કે, જાે રાહુલ ગાંધી પાસે પોતાનું નિવાસસ્થાન ખાલી કર્યા પછી રહેવાની જગ્યા નથી તો તેમના માટે હનુમાનજીના દરબારના દ્વાર ખુલ્લા છે. તેઓ અહીં આવીને રહે અને હનુમાનજીના દર્શન પણ કરે. સંજય દાસના આ નિવેદન બાદ વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. બીજી તરફ જાણકારોનું કહેવું છે કે, ભાજપ માટે આ ટેન્શનનો વિષય છે. અયોધ્યા ભાજપનો મોટો ગઢ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ અયોધ્યા આવવું જ જાેઈએ. તેમણે કહ્યું, હનુમાનગઢી સંકુલમાં ઘણા આશ્રમો છે. બીજી તરફ રાજનીતિની વાત કરીએ તો તેને કોંગ્રેસ પક્ષ માટે સંજય દાસનું સમર્થન માનવામાં આવી રહ્યું છે જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. ભાજપનો ઝડપી ઉદય રામમંદિરના મુદ્દાથી જ થયો હતો. આજે દેશમાં રામમંદિરના નામે મત એકત્ર કરવાનું કામ પણ ભાજપ કરી રહી છે. આવી સ્થિતિમાં જાે આ શહેરમાં કોંગ્રેસને પણ આશરો મળે તો તે ભાજપ માટે મોટો આંચકો ગણાશે.કર્ણાટકના કોલારમાં આપેલા નિવેદન બદલ ગુજરાતના ભાજપના એક ધારાસભ્યએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ જ કેસમાં સુરતની કોર્ટે તેમને દોષિત ઠેરવી બે વર્ષની કેદની સજા ફટકારી હતી. આ પછી તેમણે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું. રાહુલ ગાંધીએ સોમવારે કોર્ટમાં તેમની સજા વિરુદ્ધ અરજી દાખલ કરી છે.
