Delhi

બોલીવુડના “ભાઈજાન”ના ફેન્સમાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મનો છે જબરો ક્રેઝ

નવીદિલ્હી
સલમાન ખાનની ફિલ્મોની ચાહકો કાગડોળે રાહ જાેતા હોય છે. ટૂંક સમયમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પણ સફળ જશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. સલમાન ખાનની નવી ફિલ્મને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જેના પરિણામે આ ફિલ્મનું બમ્પર એડવાન્સ બુકિંગ થયું છે. અહીં ફિલ્મ રિલીઝ થયા પહેલા જ કેટલી કમાણી થઈ તે અંગેના આંકડા આપવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત પૂજા હેગડે, શહનાઝ ગિલની ભૂમિકા મહત્વની છે. આ ઉપરાંત ફિલ્મમાં પલક તિવારી, ભૂમિકા ચાવલા, વિજેન્દ્ર સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ જાેવા મળવાના છે. સલમાન ખાનના ચાહકોની સંખ્યા કરોડોમાં છે, જેને લઈને તેની ફિલ્મોની ટિકિટો ટપોટપ વેચાવવા માંડે છે. કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતા જ ચાહકો ટિકિટ ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. અહેવાલો મુજબ બાંદ્રા ‘ગેયટી ગેલેક્સી’ થિયેટરમાં એડવાન્સ બુકિંગ શરૂ થતાની સાથે જ બધી ટિકિટો વેચાઈ ગઈ હતી. એકંદરે કુલ ચારમાંથી ત્રણ શો ફૂલ થઈ ગયા હતા. સલમાન ખાનની નવી ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા ચોંકાવનારા છે. સૈકનીલ્કના અહેવાલ મુજબ, આ ફિલ્મે એડવાન્સ બુકિંગના પહેલા દિવસે જ એક કરોડની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં ફિલ્મની ૫૦૦૦૦થી વધુ ટિકિટો વેચાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અલબત્ત, આ ડેટા માત્ર અંદાજ છે. વાસ્તવિક ડેટા હજી સુધી સામે આવ્યા નથી. વર્તમાન સમયે બોલીવુડ રિકવર થઈ રહ્યું છે. બીજી તરફ સલમાન ખાનની લોકપ્રિયતા જાેતા આ ફિલ્મ પણ શાહરુખ ખાનની પઠાણની જેમ સુપરહિટ જાય તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની નવી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન આગામી ઈદના તહેવાર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ડાયરેક્શન ફરહાદ સામજીએ કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે અનેક નામાંકિત કલાકારો જાેવા મળશે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *