Delhi

ભારતીય નારી સબ પે ભારી! બાળકો માટે આખા દેશ સામે લડતી જાેવા મળશે રાની

નવીદિલ્હી
બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી પોતાની નવી ફિલ્મ મિસેઝ ચેટર્જી વર્સિઝ નૉર્વે ની સાથે તૈયાર છે. જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મિસેઝ ચેટર્જી વર્સિઝ નૉર્વેમાં રાની મુખર્જી એક એવા માતાનું પાત્ર ભજવતી જાેવા મળશે, જે પોતાના બાળક માટે પૂરા દેશ સાથે લડી જાય છે. તેણી પોતાના બાળકો માટે ના ફક્ત કાયદા સાથે લડે છે પરંતુ કેશની સીમા પાર કરીને પૂરી દુનિયાને પોતાનું દુઃખ સંભળાવે છે. મિસેઝ ચટર્જી વર્સિઝ નૉર્વેનું ડિરેક્શન આશિમા છિબ્બરે કર્યુ છે અને તેને નિખિલ અડવાણીએ પોતાના બૅનર હેઠળ બનાવી છે. ફિલ્મ મિસેઝ ચેટર્જી વર્સિઝ નૉર્વેના ટ્રેલરની વાત કરીએ તો તેમાં રાની મુખર્જી પૂરા રંગમાં જાેવા મળે છે. તેણી બોલિવૂડની શાનદાર અભિનેત્રીઓમાંથી એક છે, જે પોતાના કિરદારમાં સંપૂર્ણ રીતે ઘુસી જાય છે. મિસેઝ ચેટર્જી વર્સિઝ નૉર્વે માટે તેણીએ ઘણી મહેનત કરી છે અને દર્શકોને પડદાં પર રાની મુખર્જી નહીં પરંતુ મિસેઝ ચટ્ટર્જી જ જાેવા મળશે. રાની મુખર્જીની નવી ફિલ્મ મિસેઝ ચટ્ટર્જી વર્સિઝ નૉર્વેનું ટ્રેલર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. દર્શકોને આ સ્ટોરીની સાથે-સાથે રાની મુખર્જીની એક્ટિંગ પણ ખૂબ જ પસંદ આવી રહી છે. એક દર્શકે ફિલ્મનું ટ્રેલર જાેઈને લખ્યુ છે, ‘રાની મુખર્જી શું કમાલની સ્ટોરી લઈને આવ્યા છો. આમાં આપણા દેશના સંસ્કાર છે.’ તો વળી બીજી તરફ ફેનએ લખ્યુ, ‘રાની મુખર્જી હંમેશા સારી સ્ટોરી લઈને આવી છે. એક વાર ફરી શાનદાર સ્ટોરી લઈને આવી છે.’

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *