Delhi

મનીષા કોઇરાલા હવે બદલાઇ ગયેલા લુક જાેઈ સૌ કોઈ ચોંકી ગયા

નવીદિલ્હી
બોલીવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલા એની દમદાર એક્ટિંગથી આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. એક્ટિંગ અને ખૂબસુરતી મામલે મનીષા અનેક લોકોને ટક્કર આપે છે. એક્ટ્રેસ ૯૦નાં દશકમાં ફેમસ અને લિડીંગ એક્ટ્રેર્સમાંથી એક રહી છે. જાે કે હવે એકાએક ફિલ્મોથી દૂર થઇ ગઇ છે. આ પાછળ એક નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર છે. જેમાં વિવાદીત તસવીર અને કેન્સર મુખ્ય કારણ રહ્યું છે. કેન્સરને કારણે મનીષાને અનેક પ્રકારનું દુખ સહન કરવું પડ્યુ હતુ. મનીષા કોઇરાલાના પિતા નેપાળ સરકારામાં પર્યાવરણ મંત્રી રહી ચુક્યા છે. મનીષાના દાદીનું પિયર વારાણસીમાં હતુ. એવામાં મનીષાએ ૧૦માં ઘોરણ સુધીનો અભ્યાસ અહીંયા કર્યો હતો. પછી મનીષા આગળના ભણતર માટે દિલ્હી ગઇ હતી. પછી વિચારોમાં બદલાવની સાથે મોડલિંગની દુનિયામાં પગ મુક્યો હતો. મનીષાએ એક નેપાળી ફિલ્મથી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં સુભાષ ધાઇને કારણે મનીષાને સ્થાન મળ્યુ હતુ. જાે કે આ ફિલ્મ સુપર હિટ રહી હતી, પરંતુ આ પછીની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. મનીષાએ બોમ્બે જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. જાે કે આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી હતી. આ માટે મનીષાને એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી મનીષા આમીરની સાથે અકેલે હમ અકેલે તુમમાં જાેવા મળી હતા, જે ફ્લોપ રહી હતી. આ સાથે જ નાના પાટેકર સાથે અગ્નિ સાક્ષી ફિલ્મમાં કામ કર્યુ હતુ જે એક સુપર હિટ રહી હતી. આ સમય પછી મનીષાની અનેક ફિલ્મો ફ્લોપ રહી હતી. આ પછી મનીષાએ એક નાની લવ સ્ટોરીને કારણે મોટો વિવાદ ઉભો કરી દીધો હતો. જાે કે આ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. મનીષાએ ૨૦૧૦માં સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા, જાે કે બે થી ત્રણ વર્ષમાં જ મનીષા અલગ થઇ ગઇ હતી. આ સાથે જ એવા સમાચાર મળ્યા હતા કે મનીષાને કેન્સર થયુ છે. પહેલાં ભારતમાં અને પછી અમેરિકામાં સારવાર કરાવી હતી. એક્ટિંગની સાથે-સાથે મનીષા કોઇરાલા અનેક વાર કોન્ટ્રોવર્સીમાં રહી છે, જેમાં રિલેશનશિપ, તલાક, કેન્સર એ મુખ્ય છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *