Delhi

મન કી બાત’ કાર્યક્રમના પુરા થયાં ૧૦૦ એપિસોડ, પ્રધાનમંત્રીએ કહ્યું,”મારા માટે તે પૂજા અને આસ્થા”

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦૦મી વાર દેશ માટે મન કી બાત કર રહ્યા છે. તેમાં તેઓ લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે, તેમને કેટલાય લોકોની ચિઠ્ઠી મળી છે અને જેનાથી તેમને ખુબ ખુશી મળી છે. આજે મન કી બાતનો ૧૦૦મો એપિસોડ છે. પીએમ મોદીએ મન કી બાતને અનોખો પર્વ ગણાવ્યો અને કહ્યું કે, આ ઉત્સવ દર મહિને આવે છે. તેમણે જણાવ્યું કે, તેમણે મન કી બાતની શરુઆત ૩ ઓક્ટોબર ૨૦૧૪થી શરુઆત કરી હતી. દરેક એપિસોડ ખાસ રહ્યો. દરેક વર્ગના લોકો મન કી બાત સાંભળે છે. પીએમ મોદીએ મન કી બાતમાં લોકોને વાત કરતા કહ્યું કે, સાથીઓ ૩ ઓક્ટોબર ૨૦૧૪ વિજયાદશમીનો પર્વ હતો. તે દિવસથી આ યાત્રા શરુ થઈ હતી. આપ તમામને કોટિ કોટિ ધન્યવાદ. પીએમ મોદીના જણાવ્યા અનુસાર, કયારેક ક્યારેક વિશ્વાસ નથી આવતો કે આટલા મહિના અને આટલા વર્ષ પસાર થઈ ગયા. દરેક વખતે મન કી બાત એપિસોડ રહ્યો. દેશના ખૂણે ખૂણેથી લોકો જાેડાતા ગયા. આઝાદીના અમૃત મહોત્સવ કે બેટી બચાઓ, બેટી પઢાઓ આ દરેક મુદ્દાની છણાવટ મન કી બાતમાં થયો છે. આપ લોકોએ તેને ખાસ બનાવ્યો છે.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *