Delhi

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરના ૫૦માં જન્મદિવસે જાણો રસપ્રદ વાતો…

નવીદિલ્હી
૨૪ એપ્રિલનો દિવસ સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતના ચાહકો માટે પણ ખાસ છે. આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો ૫૦મો જન્મદિવસ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદી ફટકારનાર તે વિશ્વના એકમાત્ર ક્રિકેટર છે. પરંતુ આજના દિવસે ૧૧૮ વર્ષ પહેલા અન્ય એક દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટ રમીને આવો રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ છે. અહીં વાત ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર જેક હોબ્સની કરી રહ્યા છીએ. તેણે ૨૪ એપ્રિલ ૧૯૦૫ના રોજ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને સૌથી વધુ ૧૯૯ સદી ફટકારી છે. આ રેકોર્ડ આજે પણ અકબંધ છે. તેમણે ૬૧૦૦૦થી વધુ રન પણ બનાવ્યા છે. હોબ્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સચિન કરતા લગભગ ૪ ગણા વધુ રન બનાવ્યા છે. ૧૮૮૨માં જન્મેલા જેક હોબ્સ ૧૨ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમણે સરે તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. પ્રથમ મેચની વાત કરીએ તો તેણે ૧૮ અને ૮૮ રન બનાવ્યા હતા. ટીમ તરફથી આ સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. ક્રિકેટ ઉપરાંત જેક હોબ્સે ઈંગ્લેન્ડ વતી વિશ્વ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તેઓ સેનામાં હતા. તેમણે ૪૬ વર્ષની ઉંમરે ટેસ્ટમાં સદી ફટકારી હતી. સૌથી મોટી ઉંમરે આવું કરનાર તે પ્રથમ ખેલાડી પણ બન્યા હતા. જેક હોબ્સની ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ બંને કારકિર્દી વિશે વાત કરીએ તો તેમની એવરેજ ૫૦થી ઉપર હતી. તેમણે ૬૧ ટેસ્ટની ૧૦૨ ઇનિંગ્સમાં ૫૭ની એવરેજથી ૫૪૧૦ રન બનાવ્યા હતા. ૧૫ સદી અને ૨૮ અડધી સદી ફટકારી છે, ૨૧૧ રનનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. હોબ્સનું ૧૯૬૩માં ૮૧ વર્ષની વયે અવસાન થયું હતું. જમોડી બેટ્‌સમેને ૮૩૪ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૫૧ની એવરેજથી ૬૧,૭૬૦ રન બનાવ્યા છે. ૧૯૯ સદી અને ૨૭૩ અડધી સદી ફટકારી છે. તેમાં અણનમ ૩૧૬ રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ સામેલ છે. ઝડપી બોલર તરીકે તેમણે ૧૦૮ વિકેટ પણ લીધી હતી. ૫૬ રનમાં ૭ વિકેટ તેમનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસની વાત કરીએ તો માત્ર એક જ ખેલાડી ૬૦ હજારના આંકડા સુધી પહોંચવામાં સફળ રહ્યો છે અને તે છે જેક હોબ્સ. તેણે પ્રથમ ટેસ્ટ ૧૯૦૮માં અને છેલ્લી ટેસ્ટ ૧૯૩૦માં રમી હતી. આ રીતે તેમનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લગભગ ૨૨ વર્ષ સુધી ચાલ્યું. તે ૪૦ વર્ષથી વધુ સમયથી ક્રિકેટના મેદાન પર સક્રિય રહ્યો હતો.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *