Delhi

RCB vs RR મેચમાં RCBએ ૭ રને સતત બીજી જીત, જ્યારે રાજસ્થાનની સતત બીજી હાર

નવીદિલ્હી
આરસીબી એ તેમની ૭મી મેચમાં પોઈન્ટ ટેબલમાં નંબર વન પર ચાલી રહેલી રાજસ્થાનને જાેરદાર ટક્કર આપી હતી. આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને આરસીબીને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલી હોમ ગ્રાઉન્ડ પર ફ્લોપ નજર આવ્યો હતો પરંતુ ફાફ ડુ પ્લેસિસ અને મેક્સવેલે તેમની ગેરહાજરી જરા પણ અનુભવવા દીધી ન હતી. બંને બેટ્‌સમેન તરફથી વધુ એક સદીની ભાગીદારી જાેવા મળી હતી. આમ છતાં ઇઝ્રમ્ ૨૦૦ના આંકડાને સ્પર્શી શક્યું ન હતું. ડુ પ્લેસિસે ૩૯ બોલમાં ૨ સિક્સ અને ૮ ફોરની મદદથી ૬૨ રનની ઇનિંગ રમી હતી. પરંતુ કમનસીબે યશસ્વી જયસ્વાલની સીધી હિટનો શિકાર બન્યો હતો. બીજી તરફ મેક્સવેલે ૪૪ બોલમાં ૭૭ રનની ઇનિંગ રમી હતી. પરંતુ બંને બેટર આઉટ થતાં જ બાકીના બેટર પાંદડાની જેમ વિખેરાઈ ગયા હતા. દિનેશ કાર્તિકે ૧૬ રન બનાવ્યા હતા. ૩ બેટ્‌સમેન સિવાય કોઈ ખેલાડી ડબલ ફિગર પાર કરી શક્યો ન હતો. જેના કારણે સારી શરૂઆત બાદ પણ ઇઝ્રમ્ની ટીમ રાજસ્થાન સામે ૯ વિકેટ ગુમાવીને ૧૮૯ રન જ બનાવી શકી હતી. એક તરફ ટ્રેન્ટ બોલ્ટે વિરાટ કોહલીને શૂન્ય પર પેવેલિયન મોકલી દીધો હતો. બીજી તરફ મોહમ્મદ સિરાજે જાેસ બટલરની ગિલ્લીઓને શૂન્ય પર ઉડાવી દીધી હતી. જાેકે યશસ્વી જયસ્વાલની અડધી સદી અને દેવદત્ત પડીક્કલની ૪૭ રનની ઈનિંગે રાજસ્થાનને મેચમાં જાળવી રાખ્યું હતું. પરંતુ આરસીબીના બોલરોએ મેચની દિશા પલટી નાખી અને સંજુ સેમસનને ટકવા દીધો ન હતો. શિમરોન હેટમાયરના બેટમાં પણ રન દેખાતા નહોતા અને તે ટૂંક સમયમાં સીધી હિટનો શિકાર બન્યો હતો. આરસીબીએ આ મેચ ૭ રને જીતી લીધી હતી. આરસીબીની આ સતત બીજી જીત છે જ્યારે રાજસ્થાનની સતત બીજી હાર છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *