Delhi

લખનૌના ફાસ્ટ બોલર યુધવીર સિંહ માટે ક્રિકેટર બનવાનો માર્ગ સરળ ન હતો.

નવીદિલ્હી
લખનઉ સુપર જાયન્ટ્‌સ તરફથી મળેલા ૧૬૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને પ્રથમ ૩ ઓવરમાં જ ૨ મોટા આંચકા લાગ્યા હતા. ૈંઁન્માં ડેબ્યૂ કરી રહેલા લખનૌના ફાસ્ટ બોલર યુદ્ધવીર સિંહ ચરકે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર અથર્વ તાયડેને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો. તેની આગામી ઓવરમાં ઝડપી બોલરે શ્રેષ્ઠ ઇનસ્વિંગર પર પ્રભસિમરન સિંહને આઉટ કર્યો. મેચમાં ૩ ઓવર ફેંકનાર યુધવીરે માત્ર ૧૯ રન આપીને ૨ મોટા શિકાર બનાવ્યા હતા. પહેલી જ મેચમાં આખા લખનૌને પોતાનો ફેન બનાવનાર યુધવીર માટે ક્રિકેટર બનવાનો માર્ગ સરળ ન હતો. જમ્મુ અને કાશ્મીરના એક સામાન્ય પરિવાર સાથે જાેડાયેલા યુધવીર સિંહના પિતા તેમના ક્રિકેટ રમવાના વિરોધમાં હતા. યુદ્ધવીર પાંચ બહેનોનો એકમાત્ર ભાઈ છે. બહેનોએ જ પિતાને યુધવીરને ક્રિકેટ રમવા દેવા માટે સમજાવ્યા હતા.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *