Delhi

સુરત ક્ક્રાઈમ બ્રાંન્ચે સુરતમાં છુપાયેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના ૭ ગેંગસ્ટર ધરપકડ કરી

નવીદિલ્હી
સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાન ખાનને ધમકી આપનાર કુખ્યાત ગેંગેસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાત ખૂનખાર સાગરીત સુરતમાંથી ઝડપાયા છે. ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ તથા સંપત નહેરા ગેંગના સાગરીતોને સુરત શહેરમાંથી ઝડપવામાં સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ૭ ઈસમોની ધરપકડ કરી છે. સુરતના પીપલોદ વિસ્તારમાંથી ૭ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, રાજસ્થાનના જુજનું જીલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેની આપસી રંજીસના કારણે લોરેન્સ બિસ્નોઈ/સંપત નહેરા ગેંગના દેવેન્દ્રસિહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરે લેવા ગુજરાતના સુરત શહેરમાં આવ્યો છે અને હાલ તે પીપલોદ સ્થિત સારસ્વત નગરમાં છુપાયેલો છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ૭ ઈસમોની ધરપકડ કરી હતી

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *