Delhi

હરિયાણાની ભાજપ સરકાર પર નારાજ થયા દિલ્હીના ઉપરાજયપાલ

નવીદિલ્હી
દિલ્હીના ઉપરાજયપાલ વી કે સકસેનાએ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને લખેલ પત્રમાં કહ્યું છે કે હરિયાણામાં સિંચાઇ વિભાગે નઝફગઢ નાળામાં છોડવામાં આવેલ સીવેજના ટ્રીટમેંટ માટે સંયંત્ર સ્થાપિત કરવામાં યોગ્ય પ્રગતિ કરી નથી વી કે સકસેનાએ પત્રમાં મનોહર લાલ ખટ્ટરને મળવા અનુરોધ પણ કર્યો છે. ઉપરાજયપાલ કાર્યાલયે એક યાદીમાં કહ્યું કે ઉપરાજયપાલે હરિયાણાના મુખ્યમંત્રીને યાદ અપાવ્યું છે કે નફઝગઢ નાળામાં પડતા પહેલા સીવેજના ટ્રીટમેંટ માટે એસટીપી (સીવેજ ટ્રીટમેંટ પ્લાન્ટ) સ્થાપિત કરવા માટે તેમની સરકારના સિંચાઇ વિભાગના આશ્વાસન છતાં અત્યાર સુધી કોઇ યોગ્ય પ્રગતિ થઇ નથી વી કે સકસેના યમુનામાં પ્રદૂષણનો સામનો કરવા માટે સુધારાત્મક ઉપાયો માટે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રચાયેલ એક ઉચ્ચ સ્તરીય સમિતિના પ્રમુખ છે.પત્રમાં વી કે સકસેનાએ મુખ્યમંત્રી ખટ્ટારથી યમુના પ્રદૂષણના સ્થાયી સમાધાન શોધવા માટે દિલ્હી અને હરિયાણાની વચ્ચે તાકિદે એક બેઠક બોલાવવાનો પણ આગ્રહ કર્યો તેમણે ખટ્ટરની સાથે પાલમ વિહાર ડ્રેન (એલ ૧),ધરમપુર ડ્રેન એલ ૨ અને બાદશાહપુર ડ્રેન એલ ૩માં ટ્રીટની બાબતમાં પોતાની ગત ટેલીફોનિક ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો જે હરિયાણાથી નઝફગઢ ડ્રેનના ગાદ અનુપચારિત સીવેજ અને ઔદ્યોગિક અપશિષ્ટ લઇ જાય છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *