Delhi

ધોનીનો જબરો ફેન હો ભાઈ!… બર્થ ડે પર લોહીથી લખ્યો પત્ર, ઘરની બહાર ટોળું જામ્યું

નવીદિલ્હી
મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ ૭મી જુલાઈએ છે. તેના જન્મદિવસનો ક્રેઝ એટલો બધો છે કે રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના ચાહકો માહીને મળવા તેના બંગલાની બહાર ચક્કર લગાવતા જાેવા મળ્યા હતા. ચાહકોની આ ભીડમાં રાજસ્થાનના ભીલવાડાથી પહોંચેલ વિજેશ સૌથી ખાસ હતો. ૨૬ વર્ષીય વિજેશ ચેન્નાઈ સુપર કિંગ્સની પીળી જર્સી પહેરીને રાંચી પહોંચ્યો છે. વિજેશ ધોનીને મળવાની કોશિશ કરતો જાેવા મળ્યો હતો, પરંતુ જ્યારે વાત શક્ય ન બની તો તેણે ધોનીના ઘરની બહાર રાત વિતાવવાનો ર્નિણય કર્યો. આખરે, ૫ જુલાઈની સવારે, જ્યારે ધોની તેના ઘરની બહાર કારમાંથી ઉતરી રહ્યો હતો, ત્યારે વિજેશ તેને હાથ હલાવીને બોલાવ્યો હતો અને ધોનીએ પણ જવાબ આપ્યો હતો. વિજેશ પોતાની સાથે ધોનીના જન્મદિવસ માટે એક સંદેશ લાવ્યો હતો, જે તેણે પોતાના લોહીથી લખ્યો હતો. ધોનીને મળ્યા બાદ તે આ સંદેશ આપવા માંગતો હતો, પરંતુ તેની ઈચ્છા પૂરી થઈ શકી નહીં. વિજેશ રાજસ્થાનના ભીલવાડામાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરી રહ્યો છે, જેનું નામ તેણે ધોનીના નામ પર રાખ્યું છે. વિજેશ ઉપરાંત યુપીના અયોધ્યાના બીએસએફ જવાન પ્રમોદ શર્મા, મહારાષ્ટ્રના નાગપુરના ભીમ સિંહ અને ઓડિશાના રાહુલ કિલાના સત્યા પણ ધોનીના ઘરની બહાર જાેવા મળ્યા હતા. ધોની સાથેની મુલાકાતને લઈને તેણે આસપાસના રહેવાસીઓ અને દુકાનદારો પાસેથી માહિતી લીધી, પરંતુ તેઓની વાત ધોની સાથે થઈ શકી નહીં.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *