Delhi

ICC વર્લ્ડ કપ માટે ફાઈનલની તમામ ૧૦ ટીમો લીસ્ટ જાહેર

નવીદિલ્હી
આ વર્ષે ભારતમાં યોજાનારા ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપમાં રમનારી તમામ ૧૦ ટીમોના નામ સામે આવ્યા છે. ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ૮ ટીમોના નામ ૈંઝ્રઝ્ર ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગના આધારે નક્કી કરવામાં આવ્યા હતા. ટોપ ૮ ર્ંડ્ઢૈં રેન્કિંગ પ્રાપ્ત કરનાર ટીમોને ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળ્યો. બાકીની ૨ ટીમોના નામ વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચો દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપની યજમાની કરી રહેલું ભારત વર્લ્ડ કપ સુપર લીગમાં છઠ્ઠા સ્થાને રહ્યું. યજમાન હોવાના કારણે ટુર્નામેન્ટમાં ટીમનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત હતું. આ પહેલીવાર છે જ્યારે ભારત એકલા વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે. ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં પડોશી દેશો સાથે મળીને ટુર્નામેન્ટની યજમાની કર્યા પછી મ્ઝ્રઝ્રૈં માટે આ એક મોટી સિદ્ધિ હશે. સુપર લીગમાં શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપમાં સ્થાન બનાવનારી ટોચની ૮ ટીમોમાં ન્યુઝીલેન્ડ પ્રથમ ક્રમે છે. વર્તમાન વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડની ટીમ બીજા નંબર પર હતી. બાંગ્લાદેશની ટીમ ત્રીજા નંબરે અને ઓસ્ટ્રેલિયા ચોથા નંબરે રહી હતી. અફઘાનિસ્તાનની ટીમ પાંચમા જ્યારે ભારત છઠ્ઠા નંબર પર હતી. પાકિસ્તાન સાતમા નંબરે જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લા સ્થાને હતી. ૧૩ માંથી છેલ્લી ૫ ટીમો જેઓ વર્લ્ડ કપ સુપર લીગમાં સ્થાન મેળવી શકી ન હતી તેમને સહયોગી દેશો સાથે રમીને ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવાની બીજી તક આપવામાં આવી હતી. ૫ સહયોગી ટીમો અને ૫ મોટી ટીમોએ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પ્રવેશ કર્યો હતો. શ્રીલંકાએ સૌપ્રથમ ક્વોલિફાયર દ્વારા વર્લ્ડ કપ માટે જગ્યા બનાવી હતી, ત્યારબાદ નેધરલેન્ડે સ્કોટલેન્ડ સામે વિજય નોંધાવીને વર્લ્ડ કપની ટિકિટ મેળવી હતી. નેધરલેન્ડની ટીમ ભારતના ગ્રુપમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ ટીમ સાથે સાવચેત રહેવાની જરૂર પડશે. સૌથી મોટી નિરાશા ૨ વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને મળી હતી. વર્લ્ડ કપ ક્વોલિફાયર રમવા ઉતરેલી ટીમને સ્કોટલેન્ડ સામે શરમજનક હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટનો ભાગ નહીં હોય.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *