Delhi

RTE મામલે ખોટી માહિતી આપી પ્રવેશ લીધો તો… વાલી સામે થશે સખ્ત કાર્યવાહી

નવીદિલ્હી
રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે આગામી ૧૦થી ૨૨ એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરાશે. ઇ્‌ઈ પ્રવેશ માટે આ વખતે આવકવેરા રિટર્નની વિગતો માંગવામાં આવી છે. સાથે જ જે વાલીઓ આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા વાલીઓએ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. પરંતુ જાે પ્રવેશ મેળવવા માટે બોગસ દસ્તાવેજ કે ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો તો વાલી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ઇ્‌ઈને લઈને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આગામી ૨૦ દિવસમાં બાળકોના પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આટોપી લેવાની તૈયારી રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહી છે. જાેકે, આ વખતે પ્રવેશ બાબતે તંત્ર દ્વારા કડક વલણ પણ અપનાવવામાં આવ્યું છે. કોઈપણ વાલી ખોટા દસ્તાવેજ ઉભા કરી પોતાના બાળકનો પ્રવેશ ન મેળવી જાય અને કોઈ ગરીબ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય, તેને લઈને પણ તૈયારી કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગરબડી ન થાય તેને લઈ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બોગસ દસ્તાવેજાેના આધારે પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, તેવી તાકીદ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. આરટીઈમાં પ્રવેશ મેળવવા દર વર્ષે લાખો વાલીઓ અરજી કરે છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ મળી ૧૫૦૦થી વધુ ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ અંદાજે ૧૪ હજારથી વધુ બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ખાસ કરીને આવકના દાખલાને ખોટા દસ્તાવેજ દ્વારા વાલી પ્રવેશ ન મેળવે તે માટે આ વખતે આવકવેરા રિટર્નની વિગતો માંગવામાં આવી છે. જે વાલીઓ આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા વાલીઓએ સેલ્ફ ડિક્લેરેશન આપવી પડશે. જાેકે, ફોર્મની ચકાસણી દરમિયાન કે સ્કૂલમાં એડમિશન પ્રોસેસ દરમિયાન બોગસ દસ્તાવેજના આધારે કોઈ વાલીએ પ્રવેશ મેળવ્યો હશે તો તે વાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવી તાકીદ પણ અધિકારીઓ દ્વારા કરાઇ છે. મહત્વનું છે કે, પાછલા કેટલાક વર્ષોમાં ખોટા દસ્તાવેજાેના આધારે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તે મામલે ભૂતકાળમાં પણ વાલીઓ સામે કાયદેસરના પગલા લેવાયા છે. ત્યારે આ વખતે આ પ્રકારે ગેરરીતિ ન થાય તેને લઈને અધિકારીઓ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *