Delhi

પાકિસ્તાનને ૧૦-૨૦ ટન ઘઉ મોકલો, ભારત પાડોશી ધર્મ નીભાવે ઃ સંઘ સરકાર્યવાહ ડો. કૃષ્ણ ગોપાલ

નવીદિલ્હી
કંગાળ થયેલા પાકિસ્તાનની આર્થિક તંગી બાબતે સંઘે સરકારને પાડોશી ધર્મ નીભાવવા માટેની સલાહ આપી છે. સંઘના સરકાર્યવાહ ડો. કૃષ્ણ ગોપાલે ગુરુવારે કહ્યું હતું કે પાકિસ્તાનમાં ભુખમરાની સ્થિતિ દરમિયાન ભારત તેમને ૧૦-૨૦ ટન ઘઉ મોકલી શકે છે. ડો. કૃષ્ણ ગોપાલ ફિલ્મ પ્રોડ્યુસ ઈકબાલ દુર્રાનીના દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે સંઘના ઈન્દ્રેશ કુમાર પણ હાજર હતા. કૃષ્ણ ગોપાલે કહ્યું- પાકિસ્તાનમાં લોટનો ભાવ ૨૫૦ રુપિયે કિલો થઈ ગયો છે. અમને દુખ થાય છે. આપણે તેમને લોટ મોકલી શકીએ છીએ. ભારત ૨૫-૫૦ ટન ઘઉ તેમને આપી શકે છે. તેઓ માંગી શકતા નથી. ગોપાલે વધુમાં કહ્યું હતું કે ૪૦ વર્ષ પહેલા તેઓ આપણી સાથે જ હતા. ગોપાલે વધુમાં જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન આપણી સામે લડતું રહે છે. તેણે ભારત સાથે ૪ યુદ્ધ કર્યું છે. હુમલો પાકિસ્તાન જ કરે છે. તેઓ દિવસ અને રાત આપણું અપમાન કરી રહ્યા છે તો પણ અમે ઈચ્છીએ છીએ કે તેઓ સુખી રહે. સહ સરકાર્યવાહે કહ્યું, ‘બંને દેશો વચ્ચેના આ અંતરનો શું ફાયદો? અમે તો ઈચ્છીએ છીએ કે તેમને ત્યાં કોઈ કૂતરું પણ ભૂખ્યું ન રહે. અમે સર્વ ભવન્તુ સુખિનઃ માં વિશ્વાસ રાખતા દેશમાંથી છીએ. પાકિસ્તાન આપણી પાસે માંગી રહ્યું નથી. પણ ભારતે તેને ઘઉ મોકલવા જાેઈએ. ભારતની ધરતી પર કોઈપણ વ્યક્તિ ભલે તે જૈન, શિખ, વૈષ્ણવ, આર્ય સમાજ, બધા જ સર્વે ભવંતુ સુખિનઃ વીના અધુરા છે. કંગાળ થયેલા પાકિસ્તાનને બચાવવા માટે હવે માત્ર ૩ અબજ ડોલરની ફોરેન રિઝર્વ (થાપણો) સાથે છેલ્લા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે રાત્રે સરકારી ખર્ચમાં ધરખમ ઘટાડા સાથે જાેડાયેલ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું- હું અને બાકીના કેબિનેટ મંત્રીઓ વેતન લઈશું નહીં. તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમના ખિસ્સામાંથી વીજળી, પાણી, ગેસ અને ટેલિફોનનું બિલ ચૂકવશે. પાકિસ્તાનીઓ મોદીને પીએમ બનાવવા માગે છેઃજનતાએ કહ્યું- અમને ઈમરાન, શાહબાઝ નહીં, પણ મોદી જાેઈએ છે; અમારાં બાળકોને ખવડાવી તો શકીશું, પાકિસ્તાની યુટ્યૂબર સના અમજદનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની નાગરિક ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતો જાેવા મળ્યો છે. આ વ્યક્તિનું કહેવું છે કે જાે નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન હોત તો ત્યાંના લોકો યોગ્ય કિંમતે વસ્તુઓ ખરીદી શક્યા હોત.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *