Delhi

ફ્લાઈટમાં પેશાબકાંડ કરનારા આરોપીને પોલીસે ઝડપી લીધો

નવીદિલ્હી
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો આરોપી શંકર મિશ્રા હવે દિલ્હી પોલીસના કબજામાં છે. પોલીસે આરોપીની બેંગ્લુરુથી ધરપકડ કરી છે. પોલીસ આરોપીને દિલ્હી લઈ ગઈ છે. આરોપી શંકર મિશ્રાને કોર્ટમાં હાજર કરાશે. આરોપી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી છે. પૂછપરછ માટે પોલીસ રિમાન્ડની માંગણી કરશે. અત્રે જણાવવાનું કે ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા સાથે અભદ્રતાના આરોપીને તેની કંપનીએ પણ કાઢી મૂક્યો છે. જ્યારે આરોપીના પિતા બોલ્યા કે પુત્રને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આરોપી શંકર મિશ્રાએ આગોતરા જામીનની તૈયારી કરી હતી. શંકર મિશ્રા કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવાનો જ હતો. ફ્લાઈટમાં તેણે કથિત રીતે મહિલા સાથે ગેરવર્તણૂંક કરી હતી. આરોપી શંકર મિશ્રાને દબોચવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી અને હવે તેની ધરપકડના સમાચાર આવ્યા છે. શું હતો મામલો?… એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં નશામાં ધૂત એક વ્યક્તિએ અન્ય સીટ પર બેઠેલી મહિલા પર પેશાબ કરી નાખ્યો. આ ઘટના બાદ મહિલાએ ફ્લાઈટના કેબિન ક્રૂને તે વ્યક્તિની ફરિયાદ કરી પરંતુ કેબિન ક્રૂએ કોઈ કાર્યવાહી કરી નહીં અને પેશાબ કરનારો વ્યક્તિ સરળતાથી બચીને નીકળી ગયો. આ મામલે જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ તો પીડિત મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને ફરિયાદ કરી. ત્યારબાદ એર ઈન્ડિયાએ તપાસ શરૂ કરી. એર ઈન્ડિયાએ ૨૬મી નવેમ્બરની આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે એર ઈન્ડિયાએ આ ઘટના અંગે એક ઈન્ટરનલ કમિટીની રચના કરી છે અને આવી હરકત કરનારા યાત્રીને નો ફ્લાય લિસ્ટમાં નાખવાની ભલામણ કરી છે. હવે આ સમગ્ર મામલો કમિટીને આધિન છે અને ર્નિણયની રાહ જાેવાઈ રહી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે ખુબ વ્યથિત છે અને તેની ફરિયાદ બાદ પણ ક્રૂ મેમ્બર્સ એક્ટિવ થયા નહીં. વાત જાણે એમ છે કે ૨૬ નવેમ્બરે એક મહિલા ન્યૂયોર્કથી દિલ્હી આવતી ફ્લાઈટમાં મુસાફરી કરી રહી હતી. તે બિઝનેસ ક્લાસની સીટ પર બેઠી હતી. ફ્લાઈટછૈં-૧૦૨ બપોરે એક વાગની આસપાસ ન્યૂયોર્ક-જેએફકે એરપોર્ટથી રવાના થઈ. વિમાનમાં વાતાવરણ એકદમ શાંત હતું. તમામ મુસાફરો પોતાની સીટ પર બેઠા હતા. ત્યારે જ અચાનક એક નશામાં ધૂત વ્યક્તિ મહિલાની સીટ પાસે પહોંચ્યો અને પેન્ટની ઝીપ ખોલીને મહિલા ઉપર પેશાબ કરવા લાગ્યો. ત્યારબાદ તે થોડવાર સુધી આ જ સ્થિતિમા ત્યાં ઊભો રહ્યો. ત્યારે બાજુમાં બેઠેલા વ્યક્તિએ આપત્તિ જતાવી. ત્યારબાદ તે વ્યક્તિ ત્યાંથી આગળ જતો રહ્યો. મહિલાએ જણાવ્યું કે વ્યક્તિના ત્યાંથી ગયા બાદ તેણે તરત જ ક્રૂ સભ્યોને આ ઘટના અંગે જણાવ્યું. મહિલાએ કહ્યું કે તેના કપડાં અને સામાન વ્યક્તિએ પેશાબ કરવાના કારણે ભીના થઈ ગયા હતા. ત્યારબાદ તે વોશરૂમ ગઈ અને કપડાં બદલ્યા.

File-01-Page-03-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *